SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ર૮૯ મૃગાવતી સુરતી આખ્યાન, શીલ રપા કીજેજી, સતી સવે નિતુ સુ ભ, હીરવિજય ગુરરાજઈજી. કવિની આ કૃતિ સિવાય બીજી કૃતિઓ જોતાં જણાય છે કે કવિએ રાસ કરતાં સ્તવન, સજઝાય, પૂજા, ઇત્યાદિ પ્રકારની લઘુ કૃતિઓની રચના વિશેષ કરી છે. કવિ પોતે સંગીતના સારા જાણકાર હતા અને આ પ્રકારની લઘુકૃતિઓમાં સંગીતની જાણકારી વિશેષ જરૂરી હોય છે. કવિની ભાષામાં લયમાધુર્વ અને પ્રાસાદિકતા જોઈ શકાય છે. “એકવીસ પ્રકારી પૂજાને અંતે કળશની પંક્તિઓ જુઓઃ ગુણિયે ગુણિયો રે, પ્રભુ ચિત અંતરમેં યુણિયો, ત્રણ્ય ભુવનમાં નહીં તુજ તેલ, તે મનમાં ધરિ રે. | વીર વર્ધમાન જિનલિ'માં આરંભની આશાવરી રાગની પંક્તિએ જુઓ : . . ! નંદકું તિસલા હલરાવંઈ પૂતઈ મહા ઈંડારે, તુઝ ગુણ લાડકડાના ગાવતિ, સુરમરિનારિને વૃંદા રે. સકલચંદ્ર ઉપાધ્યાય સંસ્કૃતિના વિદ્વાન પંડિત હતા. એમણે સંસ્કૃતમાં “પ્રતિકાક૯૫'. નામની કૃતિની રચના કરી છે. એમની ગુજરાતી કૃતિઓમાં પણ ક્યાંક ક્યાંક એમણે સંસ્કૃતમાં લોક રચીને મૂકેલા છે. ' સાધ્વીશ્રી હેમશ્રી જૈન સાધુ કવિઓએ ગુજરાતી ભાષામાં બારમાથી અઢારમા સૈકા સુધીમાં એટલું બધું સાહિત્ય લખેલું છે કે એ બધું મુક્તિ થઈ પ્રકાશમાં આવતાં પણ ઘણાં વર્ષો લાગશે. જૈન સાધુઓના પ્રમાણમાં સાધ્વીઓની કૃતિએ ખાસ જોવા મળતી નથી. ઈ. સ.ના સેળમા સૈકાના અંતભાગમાં રચાયેલી એક કૃતિ જોવા મળે છે અને તે છે સાધ્વીશ્રી હેમશ્રીકૃત કનકાવતી આખ્યાન', વડતપગચ્છના ધન્યરત્ન૧૯
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy