SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય / ૨૬૫ કહેવતા, સુભાષિતા પણ વણી લીધાં છે. ઇંદ્રસભાનુ વણું ન, નગર ફરતા બનાવેલા તાંબાના કાટનું વર્ણીન, ગણિકા અને ભર્તૃહરિના પ્રસંગનુ` વર્ણન, વિક્રમના ઉપવનવિહારનું વર્ણન, દેવીની શક્તિનું વન, લીલાવતીના ચારિત્ર્યનું વર્ણન ઇત્યાદિ વર્ણનોમાં કવિની વિશિષ્ટ શક્તિને પરિચય થાય છે. કવિએ અન્ય પદ્યવાર્તાકારોની જેમ નારીસ્વભાવ, દરિદ્રતા, જુગાર વગેરે વિષયેા ઉપર પ્રસ ંગે પ્રસંગે પેાતાનાં મંતવ્યા વ્યક્ત કર્યા છે અને વૈરાગ્યનેા ઉપદેશ આપ્યા છે. એકંદરે, કવિ જ્ઞાનચંદ્રની આ કૃતિ ભાષા, છંદ, વનો, અલંકાર, સૂક્તિ ઇત્યાદિની દૃષ્ટિએ મહત્ત્વની બની રહે છે અને આ વિષયની જૈન કવિઓની કૃતિએકમાં તે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી ચેાગ્યતા ધરાવે છે. સહજસુર ઈસવી સનના સેાળમા સૈકાના આરંભમાં થઈ ગયેલા કવિએમાં કવિ સહજસુ ંદર ગણનાપાત્ર છે. ઈ.સ. ૧૫૧૪થી ૧૫૩૯ સુધીની તેમની રચનાઓ મળે છે. સહજસુ ંદરે ‘ઈલાતીપુત્ર સજ્ઝાય’, ‘ગુણુરત્નાકર છંદ’, ‘ઋષિદત્તારાસ’, ‘રત્નાકુમાર ચાપાઈ', ‘આત્મરાજ રાસ’, ‘પરદેશી રાજાના રાસ ’, ‘શુકરાજસાહેલી', ‘જ ખુઅંતર`ગ રાસ', યૌવનજરાસંવાદ’, ‘તેતલીમંત્રીના રાસ', ‘ આંખ-કાનસંવાદ', ‘સરસ્વતી છંદ', ‘આદિનાથ શત્રુ ંજય સ્તવન’, ‘શાલિભદ્ર સજ્ઝાય’, ‘જઈતવેલિ’ ઇત્યાદિ રાસ, સ્તવન, સઝાય, છંદ, સંવાદના પ્રકારની નાનીમેાટી કૃતિઓની રચના કરી છે. : સહજસુંદર ‘ઉપકેશ' ગચ્છના આચાર્ય સિદ્ધિસૂરિના શિષ્ય રત્નસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય હતા. તેઓ સ ંસ્કૃતના પણ પ્રકાંડ પંડિત હતા. એમણે સંસ્કૃતમાં વ્યાકરણે પ્રથમ પાદઃ’-નામના ગ્રંથની રચના ઈ.સ. ૧૫૨૫ માં કરી પાવાના ઉલ્લેખ મળે છે. સંસ્કૃત ભાષા ઉપરના તેમને પ્રભુત્વને કારણે તેના પ્રભાવ તેમની ગુજરાતી કૃતિએ ।
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy