SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ / પડિલેહા ત્યાં સાધુ થયા પછી તરત ચાતુર્માસ રહેવાની ગુરુની આજ્ઞા થતાં સ્થૂલિભદ્ર કાશાને ત્યાં એ પ્રમાણે સપૂર્ણપણે કામવિજેતા બનીને રહેવા ઉપરાંત કામવિજેતા થઈ કારાને પણ સંયમ માટે પ્રતિખેાધ પમાડે છે એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંત મકની ચમત્કૃતિવાળી તથા પ્રાસની સ’કલનાવાળી તથા દેશીની કડીના છેલ્લા અર્ધા ચરણના ત્યાર પછીની કડીમાં આવનવાળી આ લઘુકૃતિ એના પ્રસંગનિરૂપણુની છટા તથા શબ્દમા ને લીધે આસ્વાદ્ય બની છે. જ નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને સેરિસા પાર્શ્વનાથ સ્તવ – કવિ લાવણ્યસમયે પેાતાની કૃતિઓમાં પેાતે જ નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ઈ.સ. ૧૫૦૬ માં નવપલ્લવ પાર્શ્વનાથ નામના તીની તથા ઈ.સ. ૧૫૦૬ માં સેરિસા પાર્શ્વનાથ નામના તીની એમણે યાત્રા કરી હતી અને એ બંને યાત્રા પ્રસ ંગે પાતે અનુક્રમે ૩૫ કડીની ‘નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ' અને ૧૫ કડીની, સેરીસા પાર્શ્વનાથ સ્તવ’ નામની સ્તુતિના પ્રકારની રચના કરી હતી. આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનનાં ખીન્ન ખે તીથ સ્થળેા તે અ ંતરીક્ષ પાર્શ્વનાથ અને જીરાઉલા પાર્શ્વનાથ વિશે પણ તેમણે રચનાઓ કરી છે. જ્ઞાનચંદ્ર સેારઠ ગચ્છના ક્ષમાચદ્રસૂરિની પર’પરામાં વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથાસાહિત્ય પર નિર્ભર એવી ત્રણ કૃતિએ મળી આવે છેઃ (૧) વંકચૂલનેા પવાડઉ રાસ (ઈ.સ. ૧૫૧૧), (૨) વૈતાલ પચવીસી (ઈ.સ. ૧૫૩૯) અને (૩) સિંહાસન બત્રીસી (ઈ.સ. ૧૫૪૫). આ ઉપરાંત કવિએ ૧૮ કડીમાં ‘મિ-રાજુલ બારમાસી' કૃતિની પણુ રચના કરેલી છે. કવિની કૃતિએમાં એમની સિહાસન બત્રીસી' સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. કવિની પાસે વાર્તાકથનની વેગવતી શૈલી છે. સ્થળે સ્થળ એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણન આપ્યાં છે અને એમાં
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy