SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | જ તત્વ ઉપરાંત કવિની સૂમ નિરીક્ષણ શક્તિની અને જ્યોતિષના જ્ઞાનની પ્રતીતિ થાય છે. (આ સ્વતંત્ર કૃતિની રચના પછી કવિ સમયસુંદર અને નયનસુંદરે અનુક્રમે ઈ.સ. ૧૬૦૯ અને ઈ.સ. ૧૬૧૭માં રચેલા નલ–દવદતી રાસ'માં પણ દવદંતીના ત્યાગ સમયે વસ્ત્ર ફાડવાનું કામ નળને કર્યો હાથ કરે એ પ્રસંગે કરસંવાદની યોજના કરી છે.) નેમિરંગરત્નાકર છંદ– આ કૃતિની રચના કવિ લાવણ્યસમયે ઈ.સ. ૧૪૯૦ માં કરી છે. એમાં જૈનેના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાનના લગ્નને સુપ્રસિદ્ધ પ્રસંગ આલેખાય છે. સંસ્કૃત શ્લોકથી આરંભાયેલી અને એ અધિકારમાં લખાયેલી આ કૃતિના પહેલા અધિકારની ૭૦ કડીમાં અને બીજા અધિકારની ૧૧૭ કડીમાં નેમિનાથ અને રાજિમતીના વિવિધ પ્રસંગનું રસિક આલેખન કવિએ કર્યું છે. નેમિકંવરના વરઘોડાની રાહ જોતી રાજિમતી તથા નેમિનાથ પાછા ફરતાં આશાભંગ અને શૂન્યમનસક બનેલી રાજિમતીનાં સુંદર શબ્દચિત્રો કવિએ આલેખ્યાં છે. નેમિનાથ હમચડી – કવિએ ઈ.સ. ૧૪૯૦માં નેમિનાથ વિશે એક કૃતિની રચના કર્યા પછી આ ૮૪ કડીની એ જ વિષય પર હમચડીનાં સ્વરૂપની એક લઘકૃતિની રચના ઈ.સ. ૧૫૦૮ માં કરી છે. આ કૃતિ સામકિ નૃત્ય સાથે ગાવા માટે ખાસ લખાયેલી હેઈ તેના હરિગીતિકા છંદની સંગીતની છટા પણ અનુભવી શકાય એમ છે. કવિએ આ નાનકડી કૃતિને મરમ ભાવચિત્રો, પ્રસંગચિત્ર તથા મનહર અલંકાર અને ભાષામાધુર્યથી મંડિત કરી છે. તત્કાલીન કાચાર પર સુંદર પ્રકાશ પાડતી આ કૃતિ છે. સ્થૂલભદ્ર એક્વીસે- જૈનેમાં પ્રાતઃસ્મરણીય મનાતા આચાર્ય સ્થૂલિભવની સ્તુતિરૂપે કવિએ વારાફરતી યોજેલી એવી દેશી અને હરિગીતની એકવીસ કડીની આ રચના કરી છે. ઈ.સ. ૧૪૯૭માં દિવાળીમાં રચાયેલી આ કૃતિમાં પોતાની પૂર્વપ્રિયા ગણિકા કેશાને
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy