SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ | પડિલેહ, વળી ખાસ પ્રસંગે બપોરના સમયે તીર્થકર ભગવાનની સ્નાત્રપૂજા કરતા કરતાં ઉત્સવની જેમ વાજિત્રો સહિત ગાવા માટેની પૂજાના પ્રકારની રચનાઓ લખાઈ, જેની પરંપરા આજે પણ મૂર્તિપૂજક જેમાં ચાલુ છે. આ પૂજાઓમાં ઉત્તરકાલીન કવિ વીરવિજ્યની પૂજઓ ઘણું જ કપ્રિય બની ગઈ હતી અને આજે પણ ઘણે ભાગે વીરવિજયની પૂજાઓ ગવાય છે. પણ વીરવિજયે પહેલાં પણ, ઈ. સ. ૧૪૦થી ૧૬૦૦ના ગાળામાં કવિ દેપાળ, સકલચંદ્ર ઉપાધ્યાય સાધુકતિ, પ્રીતિવિમલ, ઇત્યાદિ કવિઓએ આ પ્રકારને ખેડો છે. દેઢસો વર્ષના આ ગાળામાં અને ત્યાર પછીના સમયમાં લખાયેલી સંખ્યાબંધ પૂજાકૃતિઓમાં “અષ્ટપ્રકાર', “પંચકલ્યાણક, “વીસસ્થાનક', નવપદ”, “બારવ્રત', “અંતરાય” “ક”, “સત્તરભેદ', પિસ્તાલીસ આગમ, ચેસઠ પ્રકાર', “નવાણું પ્રકાર', “અષ્ટાપદ', “ઋષિમંડલ', પંચજ્ઞાન”, “૧૦૮ પ્રકાર', પંચમહાવત ઇત્યાદિ વિષય લેવાયા છે અને એની રચનાઓ વિવિધ રાગરાગિણીઓમાં થયેલી છે. કદમાં તે પચાસસાઠ કડીથી બસ કરતાંયે વધુ કડીમાં લખાયેલી છે. ઈ. સ. ૧૪૫૦ થી ૧૬૦૦ સુધીના ગાળામાં લખાયેલી વિવિધ પ્રકારની આટલી બધી કૃતિઓનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સરળ નથી, કારણ કે તેમાંની ઘણીબધી હજી અપ્રકાશિત છે. એટલે શક્ય તેટલા કવિઓની અને તેમની કૃતિઓને પરિચય અહીં આપણે કરીશું. હરસેવક - હરસેવક નામના (અગાઉના સમયગાળામાં થયેલા) કવિએ “મયણરેહાને રાસ' નામની એક રાસકૃતિની રચના સં. ૧૪૧૩માં (ઈ. સ. ૧૩૫૭) કરેલી જણાય છે. કવિએ એ કૃતિની રચના કુકડી ગામમાં ચાતુર્માસ દરમિયાન કરી છે. “ક ચોમાસો' શબ્દો પરથી જણાય છે કે આ કોઈ શ્રાવક-ગૃહસ્થ નહિ પણ સાધુ કવિ હેવા જોઈએ, જેક એમાં એમણે પોતાના ગુરુને કે પરંપરાને કંઈ નિર્દેશ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy