SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | રપ૧ કર્યો નથી. આ રાસની રચના કવિએ ૧૮૭ કડીમાં કરી છે. એમાં એમણે મદનરેખાને વૃત્તાંત વર્ણવે છે. આરંભમાં કવિએ પરનારીગમનના વ્યસનને નિર્દેશ કર્યો છે, અવંતિ દેશના સુદર્શન નામના. નગરના રાજા મણિરથની કુદષ્ટિ પોતાના નાના ભાઈ યુગબાહુની. પતિવ્રતા પત્ની મંદીરેખા પર પડે છે, એટલે મદનરેખાને મેળવવા માટે કામાસક્ત મણિરથ નાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખાને તેની ખબર પડતાં તે નાસી છૂટે છે અને ચારિત્ર ધારણ કરે છે અને બીજી બાજુ મણિરથ રાજા સર્પદંશથી મૃત્યુ પામે છે. કવિની ભાષામાં રાજસ્થાની ભાષાની અસર વિશેષ જણાય છે. શાલિસૂરિ પંદરમાં સૈકામાં ઈ. ૧૪રર પૂર્વે અક્ષરમેળ વૃત્તિમાં ૧૮૩ કેમાં આ કવિનું રચાયેલું વિરાટપર્વ આકર્ષક કથા ફેરફારથી, ઝડઝમકભર્યા યુદ્ધવર્ણનથી ને ચોટદાર લેક્તિઓથી જુદું તરી આવે. છે. કવિ જૈન છતાં કૃતિ જૈન મહાભારતકથા-પરંપરાને અનુસરતી નથી. દેપાળ - - ઈ. સ.ના પંદરમા શતકના અંતભાગમાં દેપાળ (દેવપાલ) નામના કવિએ રાસ, ફાગુ, ધવલ, હરિયાળી, પૂજા, ભાસ ઇત્યાદિ પ્રકારની તેર જેટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જેમાંની ઘણુંખરી અપ્રસિદ્ધ છે. દેપાળનું ટૂંકુ નામ દેપ હતું. તે ભોજક હતા. કવિ ઋષભદાસે ઈ.સ. ૧૬૧૪માં (સં. ૧૬૭માં) રચેલા પોતાના “કુમારપાળરાસમાં જે પિતાને પુરગામી કવિઓને ઉલ્લેખ કર્યો છે તેમાં દેપાળને. પણ નિર્દેશ કર્યો છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy