SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ / પડિલેહા મુ કીધું સુરત મધ્યે, થયુ. પૂરણ નંદરબારજી; કથા નળદમયંતીજીની, સંસાર માંહા સારજી. સંવત ૧૭૪૨ વર્ષે, પાષ સુદી ખીજ ગુરુવારજી, દ્વિતીયા ચંદ્રદરશનની વેળા, થઈ પૂરણ કથા વિસ્તારજી. નંદરબારના તે સમયના રાજાની રાણીનું અવસાન થવાથી રાજાને દુ:ખમાં આશ્વાસન આપવાના આશયથી પ્રેમાનă આ આખ્યાન લખ્યું હતું.. એમ કહેવાય છે. વળી, એમ પણુ કહેવાય છે કે એણે એક વાર આખ્યાન લખ્યા પછી પાછળનાં કેટલાંક કડવાં ફરીથી લખી આખ્યાનને વધારે રસિક બનાવવાને પ્રયત્ન કર્યા હતા. ' પ્રેમાનંદના ‘ નળાખ્યાન 'તું કથાવસ્તુ આપણે અહીં એમાં એણે મહાભારતની કથામાં કરેલા ફેરફારોની દૃષ્ટિએ ક્રમવાર તપાસીએ, - નળાખ્યાન'ના પહેલા કડવામાં યુધિષ્ઠિરના દુઃખનું વર્ણન પ્રેમાનદે કર્યુ છે. યુધિષ્ઠિરને આશ્વાસન આપવા માટે ખૂઘ્ધ મુનિ નળદમયંતીનું ઉદાહરણ આપે છે. ભાલણે મહાભારતને બરાબર વાદાર રહી એને આખા અધ્યાય સંક્ષેપમાં આપ્યા છે; જેમાં ભીમની કાપવાણી પણ આવી જાય છે. નાકરને અનુસરી પ્રેમાનંદે પણ ભીમની કાપવાણી આપી નથી. જોકે કથાના ઉપક્રમ માટે એ જરૂરી પણ નથી. મહાભારત પ્રમાણે રાજ્ય હારી પાંડવા કામ્યક વનમાં ગયા. પ્રેમાન ંદે કામ્યક વનને બદલે દ્વૈતવન લખ્યું છે. મહાભારતમાં યુધિષ્ઠિર બૃહદક્ષ મુનિને સીધેસીધી પેાતાના દુઃખની વાત કરે છે. પ્રેમાનન્દે, નાકરને અનુસરી, મુનિનાં ચરણુ તળાંસતી વખતે યુધિષ્ઠિરની આંખમાંથી આંસુ ટપકી મુનિનાં ચરણ પર પડે છે અને મુનિ બેઠા થઈ યુધિષ્ઠિરને તેનું કારણ પૂછે છે એ પ્રમાણે આલેખન કર્યું છે મળે છે. સ. ૧૭૩૩, સ. ૧૭૪૨ અને સં. ૧૯૬૨. સંવત ૧૭૩૩ વાળી હસ્તપ્રતમાં વાર નથી અપાયા. તિથિ ત્રણેમાં જુદી જુદી છે અને વાર પણ અંતેમાં જુદાજુદા છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy