SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૧ બૃહદગ્ધ મુનિએ યુધિષ્ઠિરના પ્રશ્નના મહાભારતમાં જે રીતે જવાબ આપેલા છે, તેના કરતાં થેકડી જુદી રીતે · નળાખ્યાન 'માં તે જવાબ આપ્યા છે. મહાભારતમાં યુધિષ્ઠિર પેાતાના ખીન્ન ત્રણે ભાઈઓની વાત કરતા નથી, પ્રેમાનંદૈ, નાકરને અનુસરી, તેનું આલેખન કર્યુ છે, પણ નાકર કરતાં તેને વધારે હાસ્યરસિક બનાવ્યું છે. દાતણ માટે ઝાડ કાપી લાવનાર ભીમ, વરણાગી કરનાર નકુલ, અને દ્વેષ જોઈજોઇને ઘરમાંથી નીકળનાર સહદેવનું, પ્રેમાન દે દોરેલું ચિત્ર, યુધિષ્ઠિરની દુ:ખની વાતમાં પણ આપણને હસાવી જાય છે. બીજા કડવામાં પ્રેમાનંદે નળના ભૌતિક ' અને પુષ્કરના • માનસી ' રાજ્યનું વર્ણ ન કર્યું છે. નળ અને પુષ્કર પિતરાઈ ભાઈ હતા એવુ પ્રેમાનંદે કરેલું નિરૂપણ મહાભારતમાં નથી. ત્યાં તા બંને વીરસેન રાજાના જ પુત્રો છે, અહીં પુષ્કર નળના કાકા સુરસેનને પુત્ર છે. મહાભારતમાં નળના કાકાના ઉલ્લેખ નથી. એક માણિકયદેવસૂરિષ્કૃત ‘ નલાયન' સિવાય, નળના કાકાને ખીજે કાંય ઉલ્લેખ જોવામાં નથી આવ્યા. · નલાયન 'માં પણ કાકાનું નામ વજ્રસેન છે, અને ત્યાં નળ અને પુષ્કરને વીરસેનના પુત્રો તરીકે બતાવ્યા છે. પ્રેમાનંદે પુષ્કરને જુલપતિ-સેનાપતિ તરીકે ઓળખાવ્યા છે, અને પછી નળ પ્રત્યે અદેખાઈ થતાં, વૈરાગ આણી, માનસી રાજ્ય ’ માંડતા બતાવ્યા છે. મહાભારતમાં આવું કશું આવતુ' નથી. પુષ્કરના માનસી રાજ્યનું પ્રેમાનંદે સચોટ વર્ણન કર્યું છે. ( જુએ કડવું ૨, કડી ૧૨–૧૫. ) 6 C 6 ત્રીજા કડવાથી છઠ્ઠા કડવા સુધી પ્રેમાનંદે, નારદમુનિએ નળ આગળ કરેલુ. દમયંતીનું વર્ણન અને એથી નળના ચિત્તમાં વ્યાપેલી વિરહ-વ્યથાનું, વર્ણન કર્યું છે. આવા પ્રસંગ મહાભારતમાં નથી, તેનાં નારદમુનિનું પાત્ર આવે છે, અને તે દેશના ચિત્તમાં દમયંતી માટે આકણુ જન્માવવાનું કામ કરે છે. પ્રેમાન ંદે નારદમુનિને એ ઉપરાંત,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy