SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ યશવિજયજી | ૧૨૭ બતાવવાના નિમિત્તે જ તેમાં જંબુસવામીની કથા આપવામાં આવી છે. વસુદેવહિંદીમાં જણાવ્યા પ્રમાણે થી સુધર્માસ્વામીએ શ્રી અંબૂસ્વામીને વસુદેવચરિત કહેલું હતું તેથી “વસુદેવહિંડી'માં માત્ર “કથાની ઉત્પત્તિ' તરીકે જંબુસ્વામીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. જંબુસ્વામી વિશે અત્યાર સુધીમાં મળતી આ જૂનામાં જૂની કથા હેવાથી તેની મુખ્ય મુખ્ય ઘટનાઓ આપણે જોઈ લઈએ. મગધા નામે જાનપદમાં, રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. એ નગરમાં ઋષભદત્ત નામે શાહુકાર રહેતો હતો. એની પત્ની ધારિણીને એક વાર પાંચ સ્થાને આવેલાં. એ પરથી રૂષભદત્ત આગાહી કરી હતી કે, “ભગવાન અરહંતે આવાં સ્વપ્નનું ફળ દર્શાવ્યું છે તે પ્રમાણે, તને પ્રભાવશાળી પુત્ર થશે. ત્યાર પછી બ્રહ્મલોકથી આવેલે દેવ તેની કુખે અવતર્યો. ધારિણીએ સ્વપ્નમાં જાંબુફળનું દર્શન કર્યું હતું એટલે પુત્રનું નામ જંબુમાર રાખવામાં આવ્યું. - જંબૂકુમાર યુવાવસ્થામાં આવ્યા તે સમયે શ્રી સુધર્માસ્વામી ગણધર રાજગૃહ નગરના ચિત્યમાં પધાર્યા હતા. જે બુકમાર તેમને વંદન કરવા જાય છે અને તેમની પાસેથી ઉપદેશ સાંભળી દીક્ષા લેવા પ્રેરાય છે. દીક્ષા માટે તે માતાપિતાની આજ્ઞા માગવા જાય છે, પરંતુ નગરમાં પ્રવેશવા જાય છે ત્યાં યુદ્ધની તૈયારી નિહાળે છે અને કમરણનો ભય જાણુતાં ગુરુ પાસે જઈ પહેલાં આજીવન બ્રહ્મચર્યનું વ્રત લે છે અને પછી ઘરે પહોંચી માતાપિતાને વાત કરે છે. માતાપિતા જંબુ કુમારને દીક્ષા ન લેવા માટે સમજાવે છે. જવાબમાં જંબૂકુમાર શ્રી સુધર્માસ્વામીએ કહેલ ઈભ્યપુત્રની કથા, દુર્લભ વનપ્રાપ્તિના વિષયમાં મિની કથા અને ઇન્દ્રિય વિષયની આસકિત સંબંધે વાંદરાની કથા માતાપિતાને કહી, ત્યાર પછી, માતાપિતાના આગ્રહને લીધે દીક્ષા લેતા પહેલાં પાણિ પણ કરવાનું જકમાર
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy