SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૭૫ લ્લખાયેલી હસ્તપ્રત ઉપલબ્ધ છે. આ રાસનું અપર નામ “સમ્યકત્વસાર -રાસ” છે. ચાર ખંડની ૬૮૧ કડીમાં કવિએ આ રાસની રચના કરી છે. સકલ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગૌતમ સ્વામીને પ્રણામ કરીને કવિ રાસની રચનાને પ્રારંભ કરે છે– સકલ જિનવર સકલ જિનવર ચરણ વંદેવિ. દેવી શ્રી સરસતીતણા પાયકમલ બહુ ભક્તિ જુક્તિઓ, પ્રણમી ગયમ સ્વામિવર, સુગુરુપાય, કમલ સ્તઓ, શ્રેણિક રાજા ગુણ નિલુઓ, બુદ્ધિ વિશાલ, રચિસ રાસ હું તહતણે, સુણીઓ અતિહિ રસાલ. આ રાસમાં કવિએ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરના સમયમાં વિદ્યમાન ધર્મપ્રેમી રાજા શ્રેણિકના વૃત્તાન્તનું આલેખન કર્યું છે. રાજગ્રહ નગરીના પ્રસેનજિત રાજાને પોતાના પુત્રોમાં શ્રેણિક સૌથી વધુ બુદ્ધિમાન હોવાથી વહાલ હતા. અને એથી તેઓ પિતાની ગાદી શ્રેણિકને સેપે છે. શ્રેણિક રાજ્ય કરે છે. જીવનનાં અંતિમ વર્ષોમાં એને પુત્રોમાંથી અજાતશત્રુ કુણિક શ્રેણિકને કેદ કરી ગાદીએ બેસે છે. પરંતુ એકવાર કુણિકને પશ્ચાત્તાપ થતાં પિતાને મુક્ત કરવા આવે છે. પરંતુ કુણિક પિતાને મારી નાખવા આવે છે એમ સમજી પુત્રને હાથે મરવા કરતાં શ્રેણિક આત્મઘાત કરે છે. શ્રેણિક રાજા ભગવાન મહાવીરના સમકાલીન હતા અને - ભગવાનની ઘણું સભાઓમાં જઈ ઉપદેશ સાંભળતા અને ઘણું વાર પોતાને થતા અને ભગવાનને પૂછી સમાધાન મેળવતા ઘસ્મિલ રાસ-સામવિથલસૂરિએ ઈ.સ. ૧૫૩૫માં ખંભાતમાં “ધમ્મિલ રાસ' નામની રાસકૃતિની રચના કરી છે. એમાં ઘમ્મિલ નામના શ્રેષ્ઠીપુત્રનું કથાનક વર્ણવવામાં આવ્યું છે. ધમ્મિલ કુશાગ્રપુરના સુરેન્દ્રદત્ત શ્રેષ્ઠી અને તેની પત્ની સુભદ્રાને પુત્ર હતું. એનાં લગ્ન યશોમતી નામની એક શ્રેષ્ઠીપુત્રી સાથે થયાં હતાં. પરંતુ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy