SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ / પડિલેહા ' ' કવિ સમયસુ ંદર સંગીતના ઘણા સારા જાણકાર હતા. તેમણે રચેલી જુદીજુદી રાસકૃતિઓમાં ઢાળાની જે જુદાજુદા રાગમાં રચના કરી છે તેના પરથી આની પ્રતીતિ થાય છે. મૃગાવતીચિરત્ર ચેપાઈ'માં એમણે ત્રણ ખંડમાં બધુ મળીને આડત્રીસ ઢાલની રચના કરી છે, એમાં એમણે ભૂપાલ, કેદારો, ગૌડી, આસાવરી, ધન્યાસી, મલ્હાર, રામગ્રી મારુણી, સિંધૂડા, સારંગમલ્હાર, જઈતશ્રી, પરજિયો, સારઠી વગેરે રાગરાગિણી પ્રયોજ્યાં છે જે બતાવે છે કે સમયસુંદર વિવિધ રાગરાગિણીમાં ઢાળની રચના કરવામાં ઘણા કુશળ હતા. સમયસુંદરે એ સાથેસાથે પેાતાના સમયમાં પ્રચલિત અને લેાકપ્રિય બની ચૂકેલી ગેય પંક્તિઓ અર્થાત્ તત્કાલીન લે:કપ્રચલિત દેશીઓના ઉપયાગ પણ આ રાસમાં કર્યો છે. કારણ કુણુ સમા રઈ દેહા', ‘ધન ન અવંતી સુકમાલ,' ‘ સગુણ સનેહી મેરે લાલા', ‘ હરિયા મન લાગઉ, * ઋષભદેવ મારા સનેહી મેાહના', 3ડી રે ભારણિ રામલા પદ્મિની રે, મેરી નત્થ ગઈ મેરી નત્થ ગઈ', મૂંઝનઈ ચાર સરણા હુયે ', - સીમંધર સામી સાંભલઉ વીતિ અવધારઉ', હું માલિશુ રાજા રામકી ', ‘ સુશુ મેરી સજની રજની ન જાવઈ રે ', - પિડા માનઉ ખેલ હમારઉ રે', · જિનજી તુમ દરસણુ મુઝ નઈ વાલહુ રે ’, · નિંદા મરિયે। કાઈ પારકી ૨', ' સાધુનઈ વિહરાવ્યું કડવું તૂ બઙૂ" રૈ' ઇત્યાદિ દેશીએ સમયસુઉંદરના સમયમાં પ્રચલિત હશે તેના આ ઉપરથી આપણુને ખ્યાલ આવે છે. એની સાથેસાથે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે સમયસુંદરે આ રાસની રચનામાં ગેયતાની દૃષ્ટિએ શકય એટલું વૈવિધ્ય આણુવાનેા પ્રયત્ન કર્યાં છે. * . ચતુર ' નત્થ ગઈ : ' " " હૈ। ', 6 જૈન સાધુકવિઓને હાથે લખાતી રાસકૃતિઓમાં ધર્માંદેશનુ તત્ત્વ સીધી કે આડકતરી રીતે આવ્યા વિના રહે નહિ. સામાન્ય રીતે કવિએ પાતાની રાસકૃતિ માટે જે કથાનકા પસંદ કરે તે પણુ એવાં હાય કે જેમાં ધર્મપદેશ માટે ઠીકઠીક અવકાશ રહે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy