SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર / ૧૮૯ સમયસુંદરે મૃગાવતીનું ચરિત્ર આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે. મૃગાવતી એ ભગવાન મહાવીરના સમયમાં વિદ્યમાન એવાં એક તેજસ્વી સતી ગણાયાં છે, જે સંયમધર્મ પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષપદ પામે છે. મૃગાવતીનું જીવન સુખદુઃખથી સભર છે. દુઃખના સમયમાં પણ તેઓ પિતાના ધર્મને ચૂકતાં નથી. વિષમ કટીમાંથી એ પાર પડે છે અને સતી તરીકે પંકાય છે. આ રાસમાં મૃગાવતીને માથે જ્યારે સંકટ આવી પડે છે ત્યારે સતી સ્ત્રીઓને માથે કેવાં કેવાં સંકટ આવી પડે છે અને તેમાંથી તેઓ કેવી રીતે પાર ઊતરે છે તેનું તેમને મરણ થાય છે. કવિએ. આ પ્રસંગે દસમી ઢાલમાં એકએક કડીમાં, એકએક સતીને પ્રસંગ વર્ણવ્યો છે. એ પ્રમાણે સીતા, મદનરેખા, પદ્માવતી, દમયંતી, દ્રૌપદી, નર્મદાસુંદરી, કલાવતી, અંજનાસુંદરી, રતિસુંદરી, ઋષિદરા, કમલા, સુભદ્રા વગેરે સતીઓનાં શીલને મહિમા કવિએ વર્ણવ્યો છે. મૃગાવતી વિશે આ રાસ લેઈ એમાં શીલના મહિમાના નિરપણને કવિ દ્વારા મહત્વ અપાય એ સ્વાભાવિક છે. રાસના પ્રારંભમાં જ કવિ શીલને મહિમા દર્શાવે છે. કવિ કહે છે : દાન સીલ તપ ભાવના ત્યારે ધરમ પ્રધાન; સલ સરીખઉ કે નહી, ઈમ બેલઈ વધમાન. કનક કેડિ કે દાન ઘઈ, કનક તણે જિન ગેહ; સીલ અધિક એ બિહું થકી, ઈહાં કે નહિ સદેહ. સહસ ચઉરાસી સાધનઈ પડિલાભ્યાં ફલ જેહ, સુકિલ કસિણ પખિ દંપતી, જમાડ્યાં ફલ નેહ, ચઉસઠિ ઇચરણ નઈ, જે પાલઈ સુધ સીલ; ઈહ ભવિ પૂજા પદ લહઈ પરભવિ પામઈ લીલ. પ્રહ ઉડી સહુ કે જપઈ એલર્વતના નામ, બ્રક્વામી ચંદનબાલિકા ઇત્યાદિક અભિરામ.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy