SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતમાં વાદે | ૧૯ ઔચિત્યવાદ, વક્રોક્તિવાદ, અનુમિતિવાદ, વનિવાદ, સવાદ વગેરે વાદ સુપ્રસિદ્ધ છે. ભાષા અને વ્યાકરણના ક્ષેત્રે, શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? શબ્દને સંકેત ક્યાં લક્ષણોમાં સમજાયો? વર્ણ અને શબ્દને ક્રમ કયા નિયમને આધારે જાય છે? અને કયા નિયમને આધારે સમજાય છે? શબ્દને ચાલુ પ્રચલિત અર્થ કયારે અને શા માટે સમજાય છે? વગેરે પ્રશ્નોના જવાબ રૂપે ફેટવાદ, અભિધાવાદ, લક્ષણવાદ, વ્યંજનાવાદ, તાત્પર્યવાદ, અનુમાનવાદ, વ્યક્તિવાદ, જાતિવાદ, જાત્યાદિવાદ, જાતિવિશિષ્ટવ્યક્તિવાદ, અપેહવાદ, અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ વગેરે વાદ પ્રચલિત થયા હતા. વેગ અને અધ્યાત્મના ક્ષેત્રે અમુક પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ અને લબ્ધિઓ કેવી રીતે પ્રગટ થાય છે, અને ચિત્તની વિવિધ શક્તિઓ તેમાં કેવી રીતે કામ કરે છે એ પ્રશ્ન ગહન છે. યમ અને નિયમથી, ધારણાથી, ધ્યાનથી, જપથી, હગથી, રાજગથી એમ એક યા બીજા તત્વ ઉપર ભાર મૂકતાં તે તે વાદને જન્મ થયે છે. અનેકાંતવાદ એ જૈન ધર્મને એક મહત્ત્વને વાદ અથવા સિદ્ધાંત છે. કોઈપણ વસ્તુના અનેક અંત એટલે કે ગુણધર્મ હોય છે. વસ્તુના પ્રત્યેક ધર્મને, ગુણને, ગંતને પૂરી તપાસી તેમાંથી સમગ્રપણે સત્ય તારવવું જોઈએ. કોઈપણ વિજ્ય, વિચાર, વસ્તુ, પરિસ્થિતિ ઇત્યાદિને વધુમાં વધુ દૃષ્ટિકોણથી, વધુમાં વધુ વિગતોથી અને વધુમાં વધુ ઊંડાણથી તપાસવાં અને તેમાં દેખાતાં પરસ્પર વિરોધી એવાં તને સમન્વય કરીને તેમાંથી સત્ય તારવવું તે અનેકાંતવાદ. સત્ય એક છે, પરંતુ તેનાં સ્વરૂપ અનંત હોઈ શકે છે. એ સ્વરૂપનું જુદી જુદી અપેક્ષાએ દર્શન કરવું તે અનેકાન્તવાદ છે. અનેકાન્તવાદ માટે પારિભાષિક શબ્દ છે સ્વાવાદ. સ્વાત એટલે કવચિત અર્થાત કેટલુંક. એટલે કે કેટલુંક જાણવા મળ્યું છે,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy