SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ | પડિલેહ , તરીકે ઓળખાવવામાં આવે. પ્રાચીન સમયમાં અપુત્રની સદ્ગતિ થતી નથી, ગાયને મારનારની અથવા ગાયની અડફેટમાં આવી મૃત્યુ પામનારની સગતિ થતી નથી, કૂતરાં યમને જોઈ શકે છે વગેરે લેકમાન્યતાઓની ગણના લકવાદમાં થતી. લેકવાદની જેમ સંશયવાદ, મિથ્યાવાદ વગેરે પણ સામાન્ય સંજ્ઞાઓ હતી. જે વાદે દરેક બાબતમાં સંશય કર્યા કરે, નિશ્ચિત બાબતમાં પણ સંશય કરે ત્યારે તેવા વાદની ગણના સંશયવાદમાં થતી. જે વાદ ખટે માર્ગે જઈ રહ્યા હોય એમ પિતાના મત પ્રમાણે લાગે ત્યારે તેવા વદને મિથ્યાવાદ તરીકે ઓળખાવવામાં આવતા. - - “અષ્ટકપ્રકરણ'ના વાદાષ્ટકમાં જણાવ્યું છે તે પ્રમાણે તાવદર્દીઓ બધા વાદનું વગીકરણ ત્રણ પ્રકારના મુખ્ય વિભાગમાં કરતા: (૧) શુષ્કવાદ, (૨) વિવાદ, અને (૩) ધર્મવાદ. शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः ।। कीर्तितस्त्रिविधोवाद, इत्येवं तत्त्वदर्शिभिः ॥ જેમ ધર્મ અને તત્વજ્ઞાનના ક્ષેત્રે તેમ સાહિત્યના ક્ષેત્રે પણ ઘણું વાદે પ્રાચીન ભારતમાં પ્રવર્તતા હતા. જેમ ધર્મને વિશે તેમ સાહિત્યને વિશે કેટકેટલી પ્રક્રિયાઓનું નિરાકરણ સહેલાઈથી થતું નથી. કવિતા એટલે શું? શા માટે બધા જ લેકે કવિતા લખી શકતા નથી? કવિને કવિતા લખવાની પ્રેરણા ક્યાંથી, કયારે અને શા માટે મળે છે? બધી જ કવિતાઓ શા માટે એકસરખી નથી ? ઉત્તમ કવિઓને હાથે પણ શા માટે નિર્બળ કવિતાનું સર્જન થાય છે? ઉત્તમ કવિતાનું પ્રધાન લક્ષણ શું ? અલંકાર, ગુણ, રીતિ, ઔચિત્ય, વક્રોક્તિ, ધ્વનિ, રસ, રસધ્વનિ વગેરે તમાંથી કવિતામાં મહત્વનું તત્વ કર્યું અને શા માટે? કવિતાના સર્જનવ્યાપારમાં શું શું થાય છે? નાટક જોતી વખતે રસની અનુભૂતિ ભાવકને કેવી રીતે થાય? ઇત્યાદિ સંખ્યાબંધ પ્રશ્નો એવા છે કે જેના ઉત્તરમાંથી વિવિધ વાદોને જન્મ થાય છે. આપણું અલંકારશારામાં અલંકારવાદ, ગુણવાદ, રીતિવાદ,
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy