SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય / Èછ પા ચન્દ્રસૂરિ વડતપગચ્છના પુણ્યરત્નના શિષ્ય સાધુરતના શિષ્ય પાર્શ્વ ચન્દ્રસૂરિએ રાસના પ્રકારની મે જ કૃતિની રચના કરેલી જણાય છે અને તે પણ કદમાં ઘણી નાની છે. આ બે કૃતિએ તે ઈ. સ. ૧૫૪૧માં રચેલી ૮૬ કડીની કૃતિ ‘વસ્તુપાલ તેજપાલ રાસ' અને ` ૪ર કડીની રચના જિનપ્રતિમા સ્થાપના રાસ'. પરંતુ તે ઉપરાંત એમણે સંખ્યાબંધ નાની નાની કૃતિઓની રચના કરી છે. નાની કૃતિઓમાં પેાતાના ગષ્ટ, ગુરુપરંપરા ઇત્યાદિના ઉલ્લેખને અવકાશ નથી. ખ‘ધકચરિત્ર સજ્ઝાય’માં એમણે પેાતાના ગચ્છ અને ગુરુના નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. વડતપ ગરિષ્ઠ ગુણરયણુ નિધાન, સાહુરયણુ પંડિત સુપ્રધાન, પા`ચન્દ્ર નામે તસુ સીસ, તિણિ કીધા નિ આણી જગીસ. પાચન્દ્રસુરિ હમીરપુર નગરના પ્રાગ્નશના વેલ્ડંગશાહના પુત્ર હતા. એમનેા જન્મ ઈ.સ. ૧૪૮૧માં થયા હતા. એમની માતાનું નામ વિમલાદે હતું. પાર્શ્વ ચન્દ્રે નવ વર્ષોંની ઉંમરે દીક્ષા લીધી હતી, ઈ.સ. ૧૫૦૯માં તેમને આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. તે એક સમર્થ મહાન જૈનાચા હતા અને ઈ.સ.૧૫૪૩માં એમને ‘યુગપ્રધાન’નું બિરુદ આપવામાં આયુ` હતુ`. જોધપુરમાં તેએ કાળધર્મ પામ્યા હતા. એમણે ઘણા રાજવીઓને અને અન્ય રજપૂતાને ઉપદેશ આપ્યા હતા. એમના નામ પરથી પાચન્દ્ર ગચ્છ (પાયચંદ ગચ્છ) નીકળ્યા હતા. પાર્શ્વ ચંદ્રસૂરિએ ‘વિવેકશતક', ‘દુહાશતક', ‘એષણાશતક' ઇત્યાદિ શતકના પ્રકારની અને ‘પાક્ષિક છત્રીશી’, ‘આગમ છત્રીશી', ‘ઉત્તરાધ્યયન છત્રીશી', ‘ગુરુ ત્રોશી’, ‘મુહપતિ છત્રીશી’, ભાષા છત્રીશી', ઇત્યાદિ છત્રીશીના પ્રકારની કૃતિઓની રચના કરી છે. તદુપરાંત, ‘સાધુવંદના’, ‘અતિચાર ચેાપાઈ’,‘ચરિત્ર મનેારથમાલા', ‘શ્રાવકમને રથમાલા’,‘આત્મશિક્ષા', ‘જિનપ્રતિભા’, ‘સ્થાપના વિજ્ઞપ્તિ', અમરદ્વાર', ‘સપ્તતિકા',
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy