SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ | પડિલેહા અડધું અંગ સ્ત્રીનું અને નીચું લેવું જોઈએ. પરંતુ આ તે સમગ્ર રીતે પૂર્ણ અને ચતુરસ્ત્ર સંસ્થાનવાળે છે.” વળી, એક યુવતીએ કહ્યું, “તેજમાં તે તે સૂર્ય જેવો છે.' બીજી યુવતીએ કહ્યું, “જે તે ખરેખર સૂર્ય જેવો હોય તે તે પ્રચંડ અને ભુવનતલને તપાવનાર હેય. આ તે લેકનાં મન અને નયનને શીતળતા આપનાર અમૃતમય છે.” વળી એક યુવતીએ કહ્યું, “ મુગ્ધપણુમાં તે કાર્તિકસ્વામી જણાય છે.' બીજી યુવતીએ કહ્યું, “જે તે ખરેખર કાર્તિકસ્વામી હોય તે ઘણું ટુકડાથી સાંધેલા શરીરવાળો જણાય પરંતુ રૂપમાં પણ ચડિયાતા રૂપવાળે આ તે ઘણો જ શોભી રહેલે છે.' ખરેખર, જેણે ઘણો અભ્યાસ કર્યો હશે એવા દેવતાઓની મુગ્ધ દેવીઓએ કાળજીપૂર્વક થોડો થોડો કરીને આ કુમારને ઘડ્યો હશે.” કુવલયમાલા 'ના કર્તાને ઉદ્દેશ ચપૂ સ્વરૂપની રચના કરવાને હેઈ એ સ્વરૂપ માટે સ્વાભાવિક એવી પાંડિત્યભરી ભાષા અને શૈલીનાં દર્શન આ ગ્રંથમાં કરી શકાય છે. સંસ્કૃત અને પ્રાકૃત ઉભય ભાષા ઉપરનું લેખકનું અસાધારણ પ્રભુત્વ છે એવી પ્રતીતિ આ ગ્રંથ વાંચતા સહેજે થશે. તેમની ચંપકવિની શૈલી વિગતોમાં રાચતી હેઈ દીર્ધ સમાસપ્રચુર વાકયોમાં સરી પડે એ સ્વાભાવિક છે. વળી, પ્રસંગેપ્રસંગે રૂઢ શબ્દને નવીન અર્થમાં પ્રજતી અને નવીન શબ્દ રૂઢ અર્થમાં પ્રયોજતી કવિની ભાષાશૈલી કવિત્વને સાધવાનું લક્ષ્ય પણ રાખતી હોય છે, ક્યારેક સરળ ભાષામાં પણ તે વહે છે અને ક્યારેક આત્મકથનાત્મક, ક્યારેક નાટ્યાત્મક, ક્યારેક સુભાષિતાત્મક, ક્યારેક ઉપદેશાત્મક, ક્યારેક પ્રાસાદિક, કયારેક ઓજસવંતી એવાં વિવિધ સ્વરૂપ તે ધારણ કરે છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy