SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૫૩ અધિકું ઉછઉં કહઈ અસાધુ, તે શ્રી સંધ ખમઉ અપરાધ, તારા પસાઈ કૃત આધાર, પભણિય શ્રાવકના વ્રત બાર. પૂજાના પ્રકારની કૃતિઓ રચનાર કવિઓમાં કવિ દેપાળનું નામ પ્રારંભના કવિઓમાં જોવા મળે છે. એની “સ્નાત્ર પૂજા' નામની એક જ કૃતિ રચેલી મળે છે. પ્રાકૃત ગાથાઓ સહિતની આ કૃતિ જૈન મંદિરમાં પ્રાતઃકાળમાં તીર્થકર ભગવાનની “સ્નાત્રપૂજા કરતી વખતે કેટલીક દ્રવ્યક્રિયા સાથે ગાવા માટે લખાયેલી છે. એમાં પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ વારાણસી નગરીનું સંક્ષેપમાં વર્ણન કરે છે. તેમાંની થોડીક પંક્તિઓ જુઓ! તિહાં ગઢમઢ મંદિર દીસે અભિનવ, સુંદર પિલિ પ્રકાર કેસીસી પાખલ રિતિ ખાઈ, કેટ વિસામા ઘાટ, હાંરે જિનમંડળ શિખરબદ્ધ પ્રાસાદે દંડ કળશ બ્રહ્માંડ અતિ ગિરુઆ ગુણસાગર બહુ સહે, દીસે પુછવી પ્રચંડ. ઋષિવર્ધન કવિ ઋષિવર્ધન અંચલ ગરછના જયકાર્તિસૂરિના શિષ્ય હતા. તેમની માત્ર એક જ કૃતિ મળે છે “બલરાજ ચુપઈ. મધ્યકાળમાં નળદમયંતીની કથા (જૈન પરંપરા પ્રમાણે નલદવદંતીની કથા ) વિશે લખાયેલી રાસકૃતિઓમાં ઈ. સ. ૧૪૫૬ (સં. ૧૫૧ર)માં શ્રી ઋષિવર્ધને રચેલી રાસકૃતિ આ ગાળાની કૃતિઓમાં નેધપાત્ર છે. નલરાજચુપઈ” અથવા “નારાય-દવદંતીચરિત'ના નામની આ કૃતિની રચના કવિએ દુહા, ચોપાઈ અને ભિન્નભિન્ન દેશીઓમાં પ્રયોજેલી ઢાળોમાં કરી છે. કદની દૃષ્ટિએ આ રાસ માને છે. લગભગ સાડાત્રણસો જેટલી કડીની આ સળંગ રચનામાં કવિ શ્રી શાંતિનાથ ભગવાનને પ્રણામ કરી રાસની શરૂઆત કરે છે. રાસના કથાવસ્તુ માટે કવિએ મુખ્યત્વે આધાર લીધે છે હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્ર'ને, એટલે કે જૈન પરંપરાનુસાર ચાલી આવતી નલદવદ તીની કથાને.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy