SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નળાખ્યાનનું પગેરું / ૭૫ આ બીજુ ‘નળાખ્યાન મણિશંકર મહાનંદ ભટ્ટ ભાઈશંકર નાનાભાઈ સેલિસિટરની સહાયથી તૈયાર કરાવેલ અને ત્રિપાઠી ઍન્ડ કંએ ઈ. સ. ૧૮૮૮માં પ્રગટ કરેલ મહાભારતના ગુજરાતી ભાષાંતર પરથી રચવામાં આવ્યું છે. એ મૂળ સંસ્કૃત મહાભારતની નલકથા, એનું ગુજરાતી ભાષાંતર અને “નળાખ્યાન'ની કડીઓ સરખાવતાં અચૂક પુરવાર થયેલું જણાશે. અહીં આપણે આખું નળાખ્યાન સરખાવી શકીએ એટલે અવકાશ નથી માટે તેમાંથી થોડીક અત્યંત મહત્ત્વની પંક્તિઓ સરખાવી જોઈશું. તેમાં પ્રથમ, લઈશું મહાભારતની પંક્તિઓ, પછી ગુજરાતી ભાષાંતરની પંક્તિઓ, અને પછી ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનની પંકિતઓ: (१) एवमुक्त : स शक्रेण नलः प्राग्जलिरब्रवीत् । एकार्थ समुपेतं मां न प्रेषयितुमर्हथ. ॥ ५५-७ कथं नु जातसंकल्प स्त्रियमुत्सहते पुमान् ।। परार्थमीदर्श वक्तुंतत् क्षयन्तु महेश्वराः ॥ ५५-८ (મહાભારત) એ પ્રમાણે ઇન્ડે કહ્યું ત્યારે નળ રાજાએ હાથ જોડીને કહ્યું કે, હે દેવતાઓ! જે તમારા મનમાં મતલબ છે તે જ મારા મનમાં પણ મતલબ છે. માટે તમે મને મોકલે નહિ. પુરુષ જે સ્ત્રીની સાથે પિતાને વિવાહ કરવાની ઈચ્છા રાખ હેય તેને ત્યાગ કેમ કરે? પારકા સારુ તેની પાસે જઈને, તમારા કહેવા પ્રમાણે કેમ કહે ? હે દેવતાઓ તમે મારો અપરાધ ક્ષમા કરે.' (ભાષાંતર) .
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy