SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ | પડિલેહા. પોતાનું મસ્તક નમાવ્યું. પોતાના બંને પુત્રોને મળવાથી સેમચંદ્રને અત્યંત હર્ષ થયું. તેમની આંખમાંથી હર્ષાશ્રુઓ વહેવા લાગ્યાં અને તેની સાથે જ તેમને અંધાપે પણ ચાલ્યા ગયા. વલ્કલચીરી એક કુટિરમાં ગયે તે ત્યાં તાપસનાં ઉપકરણો જોઈ એને જાતિસ્મરણ જ્ઞાન થયું. એને પિતાના મનુષ્યભવ અને દેવભવનું સ્મરણ થયું. તરત ત્યાં ને ત્યાં સાધુપણાના આદર્શનું ધ્યાન ધરતાં ધરતાં અને આત્માની ઉચ્ચ ભાવના ભાવતાં ભાવતાં એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તે જ વખતે દેવતાઓએ પ્રગટ થઈ એને સાધુવેશ આપે. વિકલચીરી કેવળીએ સોમચંદ્ર અને પ્રસન્નચંદ્રને પ્રતિબંધ આપે. અને પછી પોતે બીજે વિહાર કરી ગયા. પિતાના નાના ભાઈની આવી ઉરચ દશા જોઈ પ્રસન્નચંદ્રને પણ વૈરાગ્ય ઉત્પન્ન થયા. તે પિતનપુર પાછા આવ્યા. તે રાજ્ય કરતા હતા પરંતુ એના હદયમાં સંસારના ત્યાગની ભાવના પ્રબળ બનતી જતી હતી. એક વખત ભગવાન મહાવીર પિતનપુરના ઉદ્યાનમાં સમવસર્યા હતા ત્યારે તેમને વંદન કરવા આવેલા પ્રસન્નચંદ્ર ભગવાનને ઉપદેશ સાંભળી, પિતાના બાલપત્રને રાજગાદી સોંપી. ભગવાન પાસે દીક્ષા લીધી અને ત્યાર પછી તેઓ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. આમ, ભગવાન મહાવીરે શ્રેણિક રાજાને પ્રસન્નચંદ્ર રાજર્ષિની પ્રવજ્યાનું કારણ કહ્યું. એટલામાં આકાશમાં દેવદુંદુભિ સંભળાવા લાગી અને દેવતાઓનું આગમન થવા લાગ્યું. શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો, “આ શું થઈ રહ્યું છે?” ભગવાને કહ્યું, “પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે માટે દેવતાઓ મહેસવા માટે આવી રહ્યા છે. એ જોઈ શ્રેણિક રાજાને સાનંદાશ્ચર્ય થયું. તેમણે રાજર્ષિ કેવળીને ફરી ફરીને વંદન કર્યા.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy