SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ / પડિલેહ વ્રતના પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે ઉતાવળથી કર્યું છે, પરંતુ બાળકેની વિદાયને પ્રસંગ એણે હદયસ્પર્શી બનાવી વિકસાવ્યું છે, અને એ માટે એક આખું કડવું ૨કાયું છે. આ કરુણ રસના ગીતમાં દમયંતીના હૃદયની વ્યથા કવિએ સારી રીતે વ્યકત કરી છે. પિતાનાં સંતાનોને “નમાયાં થઈ વરતજે રે' કહેનાર માતા કેટલું દુઃખ અનુભવતી હશે ! “સહેજો મામીની ગાળ” લખીને પ્રેમાનંદે પિતાના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પાડી, પિતાના તાજનેને માટે એ નિરૂપણ વધારે વાસ્તવિક લાગે એવું બનાવ્યું છે. ૩૨મા અને ૩૩મા કડવામાં, કવિએ નળ-દમયંતીને વનમાં જવા માટે નીકળતાં વર્ણવ્યાં છે અને વનમાં પડેલાં કષ્ટોનું અને નળ દમયંતીના કરેલા ત્યાગનું નિરૂપણ કર્યું છે. દમયંતી નગરમાંથી નીકળે છે એ પ્રસંગે કવિ લખે છેઃ એક અંજલિ જળની ન પામ્યાં, જે ભમ્યાં પુર આખે. તરસી દમયંતી પાણી ન પામી, કંઠે પડિયે શેષ. એક રાત રહ્યાં નગરમાં, ચાલ્યાં વહાણું વાતે. મહાભારત પ્રમાણે નળ-દમયંતી ત્રણ દિવસ નગર બહાર માત્ર પાણી પીને રહ્યાં, અને ત્યાર પછી વનમાં ગયાં. પ્રેમાનંદ નળને વિશે માપેલા વરદાનની વાત અહીં ભૂલી ગયો છે. માટે એમણે નળ અને દમયંતીને તરસ્યાં રહેલાં બતાવ્યાં છે. મહાભારતકારે પાણીને ઉલ્લેખ કર્યો છે. આ પછી પ્રેમાનંદે મત્સ્યસંજીવનને પ્રસંગ મૂક્યો છે. આ પ્રસંગની કલ્પના એણે નાકરમાંથી લીધી છે. મહાભારતમાં કે ભાલણના નળાખ્યાનમાં કે જૈન કવિઓની કૃતિઓમાં એ નથી. પ્રેમાનંદ આ પ્રસંગ નાકર કરતાં વધારે વિકસાવે છે, પરંતુ એમ કરતાં, નળના પાત્રના ગૌરવને એણે ઘણું હાનિ પહોંચાડી છે. દમયંતીના
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy