SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ / પડિલેહ . . “કુમારપાલ રાસ' માં સમદરની પ્રશંસા કરતાં લખ્યું છે: સુસાધુ હંસે સમયે સુરચંદ, શીતલ વચન જિમ શારદ ચંદ એ કવિ મેટી બુદ્ધિ વિશાલ, તે આગલિ મુરખ બાલ, જે સમયે સમયસુંદરનું સાહિત્ય હજુ સજઈ રહ્યું હતું તે સમયે ઋષભદાસે કરેલા આ ઉલ્લેખ પરથી ખાતરી થાય છે કે સમયસુંદરે એમના પિતાના સમયમાં જ કવિ તરીકે ઘણી મોટી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હતી. સમયસુંદર એમના યુગના અસાધારણ પ્રતિભા ધરાવનાર પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, ઉચતમ કવિ અને તેજસ્વી સાધુ હતા. (૨) મૃગાવતીચરિત્ર પાઈ કવિવર સમયસુંદર ૧૭ મા સૈકાના એક સમર્થ રાસકવિ છે. તેમણે જે ભિન્નભિન્ન રાસકૃતિઓની રચના કરી છે તેમાં “મૃગાવતીચરિત્ર ચોપાઈ એ પણ એક અત્યંત મહત્વની કૃતિ છે. આ કૃતિની રચના કવિએ સં. ૧૬૬૮માં સિંધમાં મુલતાનનગરમાં કરી હતી. કવિએ પોતે રાસની અંતિમ ઢાળમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તે સમયે મુલતાનનગરમાં બે ભવ્ય જિનાલયે હતાં. તેમાં એકમાં મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનનાં અને બીજામાં મૂળનાયક તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજમાન હતાં. કવિ લખે છેઃ સિહર બડા મુલતાણ વિસેષા, કાન સુણ્યા અબ દેખ્યા છે, સુમતિનાથ શ્રીપાસ જિર્ણોદા મૂળનાયક સુખકંદા બે. એ સમયે સિંધનું મુલતાનનગર ઘણું સુપ્રસિદ્ધ હતું. ત્યાં જિનેની વસતિ પણ સારા પ્રમાણમાં હેવી જોઈએ. તે સમયે ત્યાં વસતા એક શ્રેષ્ઠી જેસલમેરા શ્રાવક, કરમચંદ રીહડના આગ્રહથી કવિએ પોતે આ રાસની રચના કરી છે એવો નિર્દેશ પણ તેમણે રાસમાં કર્યો છે. જુઓ :
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy