SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર સમયસુંદર ૧૬૭ “મુજ જનમ શ્રી સાચેરમાંહી, તિહાં યાર માસ રહ્યાં ઉછાહિ; તિહાં ઢાલ એ કીધી એકે જ, કહે સમયસુંદર ધરી છેજ.” કવિન કવનકાળ તેમજ કાળધર્મ(અવસાન)ના સમય વિશે જેવાં નિશ્ચિત પ્રમાણે મળે છે તેવાં તેમના જન્મસમય કે બાલ્યકાળ વિશે મળતાં નથી. પરંતુ અન્ય ઉલ્લેખ પરથી એ વિશે કંઈક અનુમાન કરી શકાય છે. સમયસુંદરને સૌથી પહેલું ગ્રંથ તે “માવતિ". વિક્રમ સંવત ૧૬૪૧માં રચાયેલા આ સંસ્કૃત ગ્રંથમાં તેમણે મમ્મટના કાવ્યપ્રકાશનું અધ્યયન કરી વનિ વગેરે સૂક્ષ્મ વિષયની ૧૦૦ લેકમાં ચર્ચા કરી છે, વળી આ ગ્રંથમાં કવિ પોતાને “ગણિ સમયસુંદર” તરીકે ઓળખાવે છે. ગહન વિષય, સંસ્કૃતમાં રચના અને ગણિ'નું પદ બતાવે કે આ ગ્રંથની રચના તેમણે પુખ્ત ઉંમરે પહેયા પછી જ કરી હશે. સં. ૧૯૪૧ માં તેઓ “ગણિ હતા, અને આપણે જાણીએ છીએ કે દીક્ષા લીધા પછી “ગણિ પદ પ્રાપ્ત કરવા માટે ચાર-પાંચ વર્ષ નહિ, પણ ઓછામાં ઓછાં અઠ-દસ વર્ષની અખંડ સાધનાની અને અવિરત અભ્યાસની આવશ્યકતા છે. તેમાં પણ “ભાવશતક' જેવા ગ્રંથની રચના કરવા માટે તે અલબત્ત ઊંડા અભ્યાસ અને તલસ્પર્શી જ્ઞાનની અપેક્ષા રહે જ છે. એટલે સમયસુંદરે દીક્ષા સં. ૧૬૩૦ની આસપાસ લીધી, હોય તે જ આ શક્ય બને છે. બાળવયે દીક્ષા લઈ પંદર-વીસ વરસની ઉમરે સાધુ તરીકે, તેમ જ સંસ્કૃત-પ્રાકૃતના અઠંગ અભ્યાસી અને પ્રખર સાહિત્યકાર તરીકે ઉરચા પ્રકારની સિદ્ધિ દાખવનારી કેટલીક વિરલ વિભૂતિઓ આપણને જેવા મળે છે. જે એ પ્રમાણે સમયસુંદરની બાબતમાં હોય તે તેમણે પણ વીસ-બાવીસ વર્ષની ઉંમરે “ભાવશતક'ની રચના કરી હોય અને સાધુ તરીકે “ગણિ’નું પદ મેળવ્યું હોય એમ માની શકાય. પરંતુ એમની બાબતમાં તેમ બન્યું હોય એમ માનવું સંભવિત લાગતું નથી, કારણ કે તેમણે દીક્ષા બાળવયે નહિ, પણ પંદર-વીસ વર્ષની ઉમ્મરે લીધી
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy