SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ / પડિલેહ ને આલેખ્યું છે. રાસમાં પ્રસંગાનુસાર કવિએ દુહા અને ઢાલની રચના કરી છે અને ૭૪૫ જેટલી કડીમાં કથાનકનું નિરૂપણ કર્યું... છે. દુહા અને ઢાલનુ આયોજન કવિએ સપ્રમાણુ કર્યું છે અને રાગરાગિણીની દૃષ્ટિએ એને વૈવિધ્યસભર બનાવ્યુ` છે. મૃગાવતી રાણી, શતાનીક રાજા, જુગ ધર મંત્રી, ઉદયનકુમાર, નિપુણ ચિતારા, ચંડ. પ્રદ્યોત રાજા, ભગવાન મહાવીર સ્વામી, ચંદનબાલા ઇત્યાદિનાં પાત્રોને પણ કવિએ યોગ્ય રીતે વર્ણવ્યાં અને વિકસાવ્યાં છે. આલેખનમાં કવિએ સામાન્ય રીતે કાંય બિનજરૂરી વિસ્તાર થવા દીધા નથી. મૃગાવતીના દેહદને પ્રસંગ, ભાર ડપક્ષીએ કરેલા અપહરણનેા પ્રસંગ, ચિતારાના પ્રસંગ, ચંડપ્રદ્યોતના આક્રમણને પ્રસંગ, ભગવાન મહાવીર સ્વામીના સમવસરણને પ્રસંગ. ચંદનબાળાએ મૃગાવતીને આપેલા ઠપકાના પ્રસંગ અને ક્ષમાપના કરતાં મૃગાવતીને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનના પ્રસંગ ઇત્યાદિ પ્રસ ંગે કવિએ રસિક રીતે નિરૂપ્યા છે. કવિએ રાસમાં ધર્મપદેશની બાબતને પણ સહજ રીતે, રસક્ષિત ન થાય એ રીતે, બલ્કે, કથાવસ્તુના નિરૂપણને પાષક બને એ રીતે ગૂથી લીધી છે. ભાષાની દૃષ્ટિએ કવિએ પેાતાના સમયની ગુજરાત-રાજસ્થાનમાં પ્રચલિત તત્કાલીન ગુજરાતી ભાષા સાથે સિંધુ ભાષાની અ ંદર એક ઢાલ પ્રયાજીને રાસની વિશિષ્ટતા વધારી દીધી છે. આમ સમગ્ર દષ્ટિએ જોતાં ‘મૃગાવતી ચિરત્ર ચેાપાઈ' એ આપણા એક સિદ્ધહસ્ત જૈન સાધુકવિને હાથે લખાયેલી, આપણા રાસસાહિત્યમાં અનેાખી ભાત પાડતી એક મહત્ત્વની કૃતિ છે, (૩) વલ્કલચીરી રાસ ઈ. સ. ના સાળમાસત્તરમા શતકના જૈનકવિએમાં કવિવર સમયસુંદરનું સ્થાન અનેખું છે. સંસ્કૃત, પ્રાકૃત તેમ જ ગુજરાતી
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy