SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય / ૨૦૧ વિનયદેવસૂરિએ તદુપરાંત ઈ. સ. ૧૫૪૧ માં ‘ચાર પ્રત્યેક બુદ્ધ ચેપાઈ’, ઈ. સ. ૧૫૫૬માં ‘નાગલ-સુતિ ચોપાઈ’, ઈ.સ. ૧૫૭૮માં ‘ભરત-બાહુબલિ રાસ' તથા ‘અન્નપુત્રરાસ'ની રચના કરી છે. એમની શ્વેતર કૃતિઓમાં સુધ ગછ પરીક્ષા', ' અઢાર પાપસ્થાન પરિહાર ભાષા’, ‘નેમિનાથ ધવલ', ‘ઉત્તરાધ્યયન ૩૬ અધ્યયન ગીત', ‘સુપા - જિન વિવાહલો', ‘સાધુવંદના', શાંતિનાથ વિવાહલા', ‘વાસુપૂજ્યસ્વામી ધવલ', ‘જિનરાજનામ સ્તવન', ‘અંતકાલ આરાધના ફલ', ‘પ્રથમ આસ્રવધર કુલક', ‘જિનપ્રતિમા સ્થાપના પ્રબંધ', ‘અષ્ટકમ્ વિચાર', ‘સૈદ્ધાન્તિક વિચાર’, ઇત્યાદિ સંખ્યાબંધ બીજી કૃતિઓ ગણાવી શકાય. વિનયદેવસૂરિએ આ ઉપરાંત સંસ્કૃતમાં ‘પ્રજ્ઞપ્તિસૂત્ર' ઉપર ટીકા અને પાખીસૂત્રવૃત્તિની રચના પણ કરેલી છે. ઢાલતવિજય તપગચ્છના સુમતિસાધુની પરંપરામાં પદ્મવિજયના પ્રશિષ્ય શાંતિવિજયના શિષ્ય દેાલતવિજયે ખુમાણુ રાસ'ની રચના કરી છે. રાસમાં કવિએ રચનાસાલનેા નિર્દેશ કર્યો હશે પરંતુ તેની એકમાત્ર મળતી પ્રત અપૂર્ણ હાવાથી તે સાલ ચાક્કસપણે જાણી શકાતી નથી. આ રાસમાં કવિએ ચિતાડના રાણા ખુમાણુ અને તેના વંશજોને ઇતિહાસ ચારણુશાહી પદ્ધતિએ વર્ણવ્યા છે. જૈન સાધુકવિઓએ કચારેક આવી પ્રશસ્તિના પ્રકારની રાસ કૃતિની પણ રચના કરી છે તે આ રાસ પરથી જોઈ શકાય છે. કવિનાં કેટલાંક વર્ષાંતેા જનમનરંજના થૈ થયેલાં હેાય એમ જણાય છે. આર ંભમાં કવિ ગણેશને પણ વંદન કરે છે, જે પ્રકારની સ્તુતિ સામાન્યપણે જૈન કવિઓની કૃતિએમાં જવલ્લે જ જોવા મળે છે. શિવ સુત સુ ઢાલે સાલ, સેવે સરવ સુરેશ, વિધન વિદારણુ વરદીયણુ ગવરીપુત્ર ગણેશ.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy