SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢયો હતો. રાસને અંતે કવિ ઉપદેશ આપતાં કહે છે કે રાજાની આજ્ઞાનું ઉલંઘન કરતાં કોઈક એક સજા થાય છે, પરંતુ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતાં ભવભવ અનેક દુ:ખ ભોગવવાં પડે છે. નરપતિ આણું ભંજતા, લમ્ભઇ નિગ્રહ એક, જિન આણું ભંઈ સહઈ, પરભવિ દુઃખ અનેક. વિનયદેવસૂરિએ ૮૩૮ કડીમાં રચેલી “સુદર્શનશેઠ ચોપાઈમાં અનેક યાતના અને કસેટીઓમાંથી શુદ્ધ સ્વરૂપે પસાર થનાર સુદર્શન મુનિનું કથાનક આલેખવામાં આવ્યું છે. ચંપાનગરીના શ્રેષ્ઠીના તેજસ્વી પુત્ર સુદર્શન શેઠ પ્રત્યે રાજ્યના પુરોહિતની પત્ની આકર્ષાઈ હતી. પરંતુ તે તેને મેળવવામાં નિષ્ફળ ગઈ એટલે એણે રાણુને ઉશ્કેરી. રાણી પણ સુદર્શનને આકર્ષવામાં નિષ્ફળ ગઈ એટલે એણે સુદર્શન પર ખેટું આળ ચડાવ્યું અને રાજાને ભંભેર્યો. એટલે રાજાએ સુદર્શનને શૂળીએ ચડાવવાનું નક્કી કર્યું. એ સમયે સુદર્શનની સતી જેવી પત્ની મને રમાએ જિનેશ્વર ભગવાનનું ધ્યાન ધર્યું. એવામાં રાજાને સાચી વાતની ખબર પડી ગઈ અને સુદર્શન શેઠને શૂળીએ ન ચડાવ્યા. પરંતુ આ ઘટનાથી સુદર્શન શેઠને વૈરાગ્ય થયું અને એમણે દીક્ષા લીધી. તેઓ સુદર્શન મુનિ બન્યા. સાધુ અવસ્થામાં પણ એમની ઘણી કસોટી થઈ, પણ તેમાંથી પણ તે પાર પડ્યા. છેવટે કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે સિધાવ્યા. આ પ્રસંગે શીલને ઉપદેશ આપતાં કવિ લખે છેઃ સહ્ય પરીસમ અવિ ઘોર, સુદરશણ મહા મુનિ, કાયા કરમ કઠેર, શીલ પાલી શિવપુર ગયા. એસ શીલ નિધાન, ભવિયણ હિત કરી આદરો, જે જઓ નિર્વાણ દેવલોક મેં સાંસે નહી, એ ખટ દરસણમાંહિ શીલ અધિકે વખાણ, તપ સંજમ ખેર થાય શીલ વિના એક પલકમાં.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy