SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ | પડિલેહ હતા. મેરૂતુંગરિ અને મુનિશેખરસૂરિ તેમના ગુરુબંધુઓ હતા. જયશેખરસૂરિ પિતાના “જૈન કુમારસંભવ” ના અંતિમ લેકમાં પિતાને “વાણુંદરવર ' તરીકે ઓળખાવે છે. એમની સમર્થ કવિપ્રતિભાની કીર્તિ એમના જમાનામાં ચારે બાજુ એટલી બધી પ્રસરેલી હતી કે બીજા કેટલાયે કવિઓ તેમની પાસે પ્રેરણા મેળવતા. માણિક્યસુંદરસૂરિ, ધર્મશેખરસૂરિ, માનતુંગગણિ ઇત્યાદિ કવિઓની પ્રતિભા એમની છાયા નીચે જ ઘડાઈ હતી. ત્રિભુવનદીપક પ્રબંધ” જયશેખરસૂરિએ તત્કાલીન ગુજરાતી ભાષામાં રચેલી એક અત્યંત મહત્ત્વપૂર્ણ કૃતિ છે. નરસિંહ પૂર્વેની ગુજરાતી કાવ્યકૃતિઓમાં અને વિશેષતઃ રૂપકના પ્રકારની કૃતિઓમાં ત્રિભુવનદીપકપ્રબંધ'નું સ્થાન ઘણી ઉચ્ચ કક્ષાનું છે. જયશેખરસૂરિએ “પ્રબંધચિંતામણિ” નામનું રૂપક કાવ્ય સંસ્કૃત ભાષામાં લખ્યું અને સંસ્કૃત જાણનાર લેકેને એ એટલું બધું ગમી ગયું કે જેથી પ્રોત્સાહિત થઈ સંસ્કૃત ન જાણનાર સામાન્ય વર્ગ માટે એમને ગુજરાતી ભાષામાં એ કાવ્ય ઉતારવાનું મન થયું. મૂળ સંસ્કૃત કાવ્યની એકેએક ખૂબી એમણે આ ગુજરાતી કાવ્યમાં ઝીણવટથી ઉતારી છે. રૂપકગ્રંથીને પ્રકાર આપણું સાહિત્યમાં અન્ય કાવ્યપ્રકારના મુકાબલે એટલે જોઈએ તેટલે ખીલ્યા નથી. આમ છતાં જે થોડીક સંસ્કૃત કૃતિઓનું સર્જન થયું છે તે નોંધપાત્ર છે. સંસ્કૃત સાહિત્યમાં પંડિત કૃણમિશ્ર કૃતનાટક “પ્રબોધચન્દ્રોદય' રૂપકગ્રંથીને એક ઉત્તમ નમૂને છે. આ ઉપરાંત મોહરાજ-પરાજય નાટક', “જ્ઞાનચંદ્રોદય', “માયાવિજય', “જ્ઞાનસૂર્યોદય', “છવાનંદન”, “પ્રબંધચિંતામણિ' ઇત્યાદિ કૃતિઓ રૂપકગ્રંથીના પ્રકારની છે. અંગ્રેજી ભાષામાં કવિ બનિયનનું “Pilgrims Progress'એ રૂ૫કગ્રંથીના પ્રકારનું એક સુપ્રસિદ્ધ છે. ગુજરાતી ભાષામાં “ત્રિભુવનદીપકપ્રબંધ' ઉપરાંત પ્રેમાનંદકૃત કાવ્ય “વિવેકવણઝારે', જીવરામ ભટ્ટ કૃત “જીવરાજશેઠની મુસાફરી',
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy