SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ / પડિલેહ પદ્મવિજય, દેવચક, વીરવિજય ઇત્યાદિ કવિઓથી જેમ સુપરિચિત છે તેમ લાવણ્યસમયથી પણ સુપરિચિત છે. લાવણ્યસમયને જન્મ ઈ.સ. ૧૪૬પમાં અમદાવાદમાં અજદરપુરામાં થયું હતું. એમના પિતાનું નામ શ્રીધર અને માતાનું નામ, ઝમકદેવી હતું. લાવણ્યસમયનું જન્મનામ લહરાજ (લઘુરાજ ) પાડવામાં આવ્યું હતું. એ સમયે અજદરપુરામાં જૈન મંદિરની પાસે આવેલા ઉપાશ્રયમાં મુનિ સમયરન બિરાજમાન હતા. શ્રીધરે એમને લહુરાજના જન્માક્ષર બતાવ્યા. તે જોઈ સમયરને કહ્યું, “આ બાળક મહાન તપસ્વી, કેઈ મોટે યતિ, મહાવિદ્વાન અને બહુ તીર્થયાત્રા કરનારે થશે.' મુનિ સમયરનના કહેવાથી માતા-પિતાએ લહુરાજને નવમે વર્ષે દીક્ષા આપવાનું નક્કી કર્યું અને તે મુજબ એને પારણુંમાં સમયરનના ગુરુ લક્ષ્મીસાગરસૂરિના હસ્તે દીક્ષા આપવામાં આવી અને તેનું નામ “લાવણ્યસમય' રાખવામાં આવ્યું. મુનિ સમયરને લાવણ્યસમયને નાની વયથી જ અધ્યયન કરાવ્યું હતું. સોળમે વર્ષે તે લાવણ્યસમય કવિતાની રચના કરવા લાગ્યા હતા. એમણે લખેલા “વિમલપ્રબંધ'ની ચૂલિકામાં તેઓ પોતાને વિશે જણાવે છે: નવમઈ વરસિ દિખવર દીધ, સમયરત્ન ગુરિ વિદ્યા દીધ, સરસતિ માત મયા તવ લહી, વરસ સેલમ વાણુ હુઈ, રચિયા રાસ સુંદર-સંબંધ, છંદ કવિત ચુપઈ પ્રબંધ, વિવિધ ગીત બહુ કરિયા વિવાદ રચી દીપસૂરિ સંવાદ, સરસ કથા હરીઆલી કવઈ, મેટા મંત્રીરાય રંજવાઈ, કવિ લાવણ્યસમયે રાસ, પ્રબંધ, ચોપાઈ, સંવાદ, વિવાહ, સ્તવન, સઝાય, છંદ, હમચી, હરિયાળી વિનતી ઇત્યાદિ પ્રકારની અર જેટલી નાનીમોટ કૃતિઓની રચના કરી છે. એમના સમયમાં તેઓ એક પ્રભાવશાળી પંડિત કવિ હતા અને એમની કવિતા અને એમના
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy