SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ | પડિલેહ વ્યતિરેક અલંકારનું ઉદાહરણ ૧૧ મી કંડિકામાં જુઓ : हूं, बुज्झइ, वट्टइ खलु खलो ज्जि जइसउ, तहेव खलो वि वराओ पीलिज्जतो विमुक्क-णेहु अयाण तो य पसूहिं खज्जइ ॥ અને પરિસંખ્યાનું ઉદાહરણ કંડિકા ૧૭મી માં જુઓ : जत्थ य जणवये ण दीसइ खलो विहलो व। दीसह सज्जणो समिद्धो व । वसण णाणाविण्णाणे व, उच्छाहो धणे रणे व, पीई दाणे माणे व, अब्भासा धम्मे धम्मे व त्ति । जत्थ य दो-मुहउ णवर मुइंगो वि । खलो तिल विचारो वि। લેષાલંકારની રચના તે કવિએ ઘણે સ્થળે કરી છે. ઉદાહરણ તરીકે ૧૫મી કંડિકા જુઓ: अण्णा णदण-भूमिओ इव ससुराओ संणिहिय-महुमासाओं त्ति । આમ, અલંકારોનાં ઉદાહરણ તે આ ગ્રંથમાં સ્થળે સ્થળે જોવા મળે છે અને એમાં કવિએ દાખવેલી અપ્રતિમ શક્તિને કારણે જ આ કથાગ્રંથ ઉત્તમ કાવ્યકટિમાં બિરાજે છે. સંવાદ એ પણ આ કથાગ્રંથનું એક આગવું લક્ષણ છે. કથાના નિરૂપણમાં લેખકે વખતોવખત નાટ્યતત્વ આપ્યું છે અને તેમાંયે સંવાદ દ્વારા કથાને રસિક અને વાસ્તવિક બનાવી છે. લેખકના સંવાદ સચોટ, માર્મિક, ધારદાર, અને ક્યારેક હાસ્યરસિક બન્યા છે. કુમાર કેના જેવો છે તે વિશે યુવતીઓની વાતચીત, છાત્રોની વાતચીત, દર્પફલિહ અને કુવલયકુમાર વચ્ચેની વાત, ધર્મવાદીઓ સાથે દઢવર્મા રાજાને વાર્તાલાપ, મહેન્દ્રકુમાર અને કુવલયકુમાર વચ્ચે સંવાદ, પિશાચીન વાર્તાવિનોદ વગેરેમાં લેખકની અસાધારણ સંવાદકલા નિહાળી શકાય છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy