SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય | ૨૮૧ કરી હતી તે જ રીતે જેસલમેરમાં જ તે પછીના વર્ષે, ઈ.સ. ૧૫૬૧માં હરિરાજની વિનંતીથી “મારૂ ઢોલાની ચોપાઈની રચના કરી હતી.માધવાનલ પાઈની કથાની જેમ મારૂ-ઢોલાની કથા પણ કવિએ લોકકથામાંથી લીધેલી છે. રાજસ્થાનમાં મારૂઢેલાની કથા એ સમયે વિશેષ કપ્રિય હતી. દુહા અને ચોપાઈની કડીઓમાં રચાયેલી આ કૃતિમાં વચ્ચે વચ્ચે “વાત'માં, ગદ્યકંડિકાઓ આપવામાં આવી છે, જે પૂર્વકાલીન રાસાએામાંના “વસ્તુની કંડિકાઓ કરતાં મોટી છે. પુંગલ નગરીના રાજા પિંગલા અને એની રાણું ઉમાદેવીની પુત્રી મારવણનાં નાની ઉંમરમાં લગ્ન નલવરગઢના રાજાના પુત્ર સાલ્ડકુમાર સાથે થાય છે. સાલ્ડકુમારને એની માતા “ઢેલા” કહીને બોલાવે છે. ઢોલે મોટે થાય છે, પરંતુ મારવણી હજુ નાની હોવાથી એનાં માતાપિતા એને સાસરે મોકલતાં નથી. દરમ્યાન ઢોલ માલવણી નામની બીજી કન્યાને પરણે છે. મારવણું યૌવનમાં આવતાં ઢલા માટે ઝૂરે છે અને સંદેશાઓ મોકલાવે છે, પરંતુ માલવણી એ સંદેશાઓ ઢોલાને મળતા અટકાવે છે. છેવટે ઢોલાને સંદેશો મળે છે. તે મારવણના નગરમાં જાય છે અને એને મળે છે. પાછા ફરતાં મારવણીને સાપ કરડે છે. પરંતુ કોઈ યોગી એને સજીવન કરે છે. આમ છેવટે ઢોલે મારવણી અને માલવણું બંને સાથે સંપથી રહે છે અને સુખ ભોગવે છે. કવિએ સાતસો ગાથા પ્રમાણુ આ કૃતિમાં શૃંગાર અને અદૂભુત રસથી સભર કથાનું નિરૂપણ કર્યું છે. કવિએ કથાનું સમાપન લોકકથામાં આવે છે તે જ રીતે કર્યું છે, એટલે કે ધર્મોપદેશની દૃષ્ટિથી એને લંબાવી નથી અને ઢોલા-મારૂને દીક્ષા લેતાં બતાવ્યાં નથી. હરિકલશ ખરતર ગચ્છના દેવતિલક ઉપાધ્યાયના શિષ્ય હર્ષ પ્રભના શિષ્ય - હીરલશ ઈ.સ. ના સેળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓને વિશ્વાસઘણું ખરું રાજસ્થાન તરફ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy