SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ | પડિલેહા સ્વયંવર માટે નળ વિદર્ભ જાય છે ત્યારે હંસ નળને ઘત ન રમવા માટે, અને સ્ત્રીને વિશ્વાસ ન રાખવા માટે જે સલાહ આપે છે તેમાં ભવિષ્યમાં બનનાર ઘટનાનું પ્રેમાનંદે હંસ દ્વારા અગાઉથી સૂચન મૂકયું છે. આમાં સ્ત્રીને વિશ્વાસ ન કરવા માટે અપાયેલી સલાહ નિરર્થક અને નિષ્કારણ લાગે છે. આ કડવામાં આ પ્રસંગે હંસ પોતાના અને નળના પૂર્વ ભવની વાત કરે છે. આ ઘટના નળાખ્યાનની કેટલીક હસ્તપ્રતમાં છે અને કેટલીકમાં નથી. આમેય, આ પ્રસંગ જે પ્રેમાનંદે લખેલે હેય તે. પણ પાછળથી ઉમેરેલું હોય એમ લાગે છે, કારણકે આટલા વખતથી નળ પાસે રહેનાર હંસ નળ જ્યારે સ્વયંવરમાં જવા નીકળે છે ત્યારે રસ્તામાં છૂટા પડતી વખતે પૂર્વભવની કથા કહેવા બેસે એ બરાબર બંધબેસતું લાગતું નથી. તેમ છતાં, પ્રેમાન દે આ પ્રસંગને આ સ્થળે બને તેટલે તર્કયુક્ત, સુસંગત કરવાનો પ્રયત્ન કર્યો છે. હંસ અને નળના પૂર્વભવની વાત મહાભારતમાં, “નૈષધીયચરિત માં કે ભાલણ, નાકરનાં નળાખ્યાનોમાં નથી. જૈનપરંપરાની નલકથામાં નળના પૂર્વ ભવની વાત આવે છે અને “નલાયન'માં તથા નયસુંદરકૃત ‘નળદમયંતી રાસ'માં હંસની પૂર્વ કથા પણ આવે છે. અલબત્ત, પ્રેમાનંદે નિરૂપેલી પૂર્વ ઘટના અને જૈન કૃતિની પૂર્વ ઘટના ભિન્ન ભિન્ન છે. અને નળને પૂર્વજન્મની કથા પણ ભિન્ન ભિન્ન છે, તેમ છતાં નળના પૂર્વજન્મની કથાને અને હંસના સપ્રયજન દૂતકાર્યને વિચાર પ્રેમાનંદે પોતાના આ પુરગામી જૈન કવિમાંથી લીધે હોય અને પછી, તેને અનુરૂપ પ્રસંગ પિતાની કલ્પનાથી ઘડી કાઢ્યો હેય એમ બનવા સંભવ છે. નળ વિદર્ભ દેશમાં પહોંચે છે. બીજા પણ ઘણું રાજાઓ ત્યાં આવી પહોંચ્યા છે. સત્તરમાં કડવામાં, કવિ હંસના પૂર્વવૃત્તાન્ત પછી, ભીમકરાજાના નગરનું, ચીજવસ્તુઓના વધેલા ભાવોનું, સ્વયંવર
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy