SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ / પડ઼િલેહા પાસે આવ્યા એમ લખનાર ભાલણુ બીજી વારના નળાખ્યાનમાં યમ, વરુણુ અને ચંદ્ર લખે ખરા? પહેલી વારના નળાખ્યાન 'માં ‘ દશ સહસ્ર વેતન પરઠિયું' લખનાર ભાલણુ બીજી વારના ‘નળાખ્યાન ’માં દૃશ સહસ્ર નિષ્ણુ તુજને રે, હું આપુ' પ્રતિ માસ ' એમ લખે ખરા ? મહાભારતના તો નહિ, પણ ખુદ ભાલણુના પેાતાના સમયમાં પણ માસિક પગાર આપવાના રિવાજ નહોતા ત્યારે મા કઈ રીતે લખી શકે ? પહેલી વાર, મડાભારત પ્રમાણે, ઋતુપ ની પાસાની અને ગણિતની વિદ્યાને એક ગણનાર ભાલણુ બીજી વારના ‘ નાખ્યાન'માં ભૂલથી એ વિદ્યા કઈ રીતે ગણાવી શકે ? આ ઉપરાંત, ભાલણુના ‘ નળાખ્યાન ' અને આ કહેવાતા ખીન્ન નળાખ્યાન વચ્ચે નીચેની કેટલીક બાબતામાં તફાવત જોવા મળે છે ઃ ભાલણે પેાતાના નળાખ્યાનમાં ગુરુ અને સરસ્વતીને પ્રણામએક જ ૫ક્તિમાં કર્યો છે. આ ઉતાવળે લખાયેલા કહેવાતા ખીન નળાખ્યાન ' માં પાર્વતી, શંકર, ગણપતિ અને સરસ્વતીને બાવીસેક જેટલી પ`ક્તિમાં કવિ પ્રણામ કરે છે. " સામાન્ય રીતે આખ્યાનકારો આખ્યાનનું કથાવસ્તુ કયાંથી લીધુ છે તેના નિર્દેશ કરે છે. ભાલણ, નાકર અને પ્રેમાનંદ આરણ્યક પર્વ ના ઉલ્લેખ કરે છે. આ ખીન્ન નળાખ્યાનમાં આવે કઈ નિર્દેશ કર્યા વિના જ સીવી કથા ચાલુ થાય છે. ભાલણુના ‘નળાખ્યાન 'માં નળ અને દમય ́તીનાં પાત્રાનું આલેખન જેવુ' થયું છે તેની સરખામણીમાં આમાં તે તદ્દન ફિક્કુ થયું છે. તેવી રીતે હંસને પકડવાનાં નળના અને પછી દમયંતીના પ્રસંગ ભાલણે જેવી સારી રીતે આલેખ્યા છે તેની સાથે આ ખ્યાન'ના પ્રસ ંગો સરખાવવા જેવા જ નથી. 6 . -1001 મહાભારતમાં દમયંતીની સખીએ એની આ વિરહવ્યથાની વાત ભીમ રાજાને કરે છે. ભાલણે પેાતાના નળાખ્યાનમાં લખ્યું છે કે
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy