SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ | પડિલેહ મહત્વનું સ્થાન અપાવે છે. * ગુજરાતીમાં એમણે સ્તવન, સઝાય, પદગીત, બાલાવબોધ, હરિયાલી, સંવાદ, રાસ ત્યાદિ પ્રકારે ખેડ્યા છે અને તે દરેકમાં ઊંચા પ્રકારની કવિત્વશક્તિ દાખવી ગુજરાતી સાહિત્યને અનેખું પ્રદાન કર્યું છે.. . સ્તવનમાં એમણે વીસ તીર્થંકરનાં વીસ સ્તવનની એક ચોવીસી એવી ત્રણ ચોવીસીઓની રચના કરી છે, અને વિહરમાન વીસ જિનેશ્વરનાં વીસ સ્તવનેની એક વીસીની રચના કરી છે. તદુપરાંત, એમણે કેટલાક વિશિષ્ટ પ્રાચીન પવિત્ર તીર્થોન તીર્થ કરેની પ્રતિમાની સ્તુતિ કરતાં સ્તવનેની પણ રચના કરી છે. એમનાં મેટાં સ્તવમાં સવાસે ગાથાનાં, દઢ ગાથાનાં અને સાડી ત્રણસો ગાથાન એમ ત્રણ સ્તવને મળે છે, જે અનુક્રમે શ્રી સીમંધર સ્વામીની વિનતિરૂપ નવરહસ્યગર્ભિત સ્તવન' (૧૨૫ ગાથા), “કુમતિમદગાલન શ્રી વીરસ્તુતિરૂપ દૂડીનું સ્તવન (૧૫૦ ગાથા) અને “સિદ્ધાંતવિચારરહસ્યગર્ભિત શ્રી સીમંધર જિન સ્તવન' (૩૫૦ ગાથા) એ પ્રમાણે છે. એમનાં બીજાં મોટાં સ્તવમાં મૌન એકાદશીનું દોઢસે કલ્યાણકનું સ્તવન (બાર ઢાળની ૬૩ ગાથા) નિશ્ચયવ્યવહારગભિત શ્રી શાંતિજિન સ્તવન (૬ ઢાળની ૪૮ ગાથા) અને નિશ્ચયવ્યવહારગર્ભિત શ્રી સીમંધરસ્વામી સ્તવન (૪ ઢાળની ૪૧ ગાથા) એ ત્રણ છે. - વીસીઓમાંની એકમાં કવિએ વિશેષતઃ તીર્થ કરીનાં માતાપિતા, નગર, લાંછન, આયુષ્ય વગેરેને પરિચય આપ્યો છે અને બીજી બેમાં તીર્થકરોના ગુણેનું ઉપમાદિ અલંકારો વડે વર્ણન કર્યું છે અને પોતાના પર કૃપા કરવા માટે તેમને વિનતિ કરી છે. કવિની જ એમની ગુર્જર ભાષાની લગભગ ઘણીખરી કૃતિઓ ગુજર સાહિત્ય સંગ્રહ ભાગ ૧ અને ૨ (શ્રી ભદ્રકવિજયજીએ સંપાદિત કરેલ)માં પ્રગટ થઈ છે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy