SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામીને રાસ / ૧૪૭ સંકળાયેલું છે. આથી જ પુણ્યશ્લોક શ્રી ગૌતમસ્વામીનું નામ પ્રાતઃસ્મરણીય બન્યું છે અને દર નૂતન વર્ષ વડેલી પ્રભાતમાં એમનું સ્મરણ કરવાની પરપરા જૈનામાં ચાલી આવી છે. એ પરંપરામાં છેલ્લા દાઢક સૈકાથીયે વધુ સમયથી જે એક ઉમેરો થયા છે તે આ રાસકૃતિના વાચન-શ્રવણુને છે. દર નૂતન વર્ષ વડેલી પ્રભાતમાં જૈન ઉપાશ્રયમાં એકત્ર થાય છે અને સાધુમહારાજ તેઓને આ રાસ વાંચી સભળાવે છે અને ત્યાર પછી તે તે દિવસે પેાતાની ઇતર પ્રવૃત્તિને આરંભ કરે છે. ગૌતમસ્વામીના નામનું સ્મરણુ શ્રવણુ, સ્તવન-કીર્તન, એમના નામનેા જાપ ઇત્યાદિ શ્રદ્ધાળુ જૈનેામાં ચમત્કારિક અને લાભદાયક મનાતાં આવ્યાં છે. કવિ લાવણ્યસમયે ‘ ગોતમસ્વામીનેા છંદ ’ નામની પેાતાની કૃતિમાં આ પ્રકારને મહિમા વર્ણવતાં લખ્યું છે : ગૌતમ નામે ગિરિવર ચડે, મનવાંછિત ઘેલા સ’પડે; ગૌતમ નામે નાવે રાગ, ગૌતમ નામે સર્વ સંજોગ. ગૌતમ પ્રણમ્યાં પાતિક ટળે, ઉત્તમ નરની સંગત મળે; ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગૌતમ નામે વાધે વાન. રાસકૃતિને મહિમા વધવાનું એક કારણ, દંત વિનયપ્રભની કથા પ્રમાણે, એમ પણ મનાય છે કે કવિના પેાતાના એક સંસારી ભાઈ હતા તે નિધન થઈ જતાં કવિએ તેમને માટે આ આ મત્રગર્ભીિત રાસની રચના કરી આપી હતી અને તેનુ' શ્રદ્ધાપૂર્વક પાન રાજ કરવાની ભલામણ કરી હતી અને તેમ કરતાં કરતાં એ ભાઈ પાછા
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy