SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલા | ૨૩ પ્રમાણે સ્તુતિ કરી છે : दकिखण्णइंद(ध) सूरि णमामि वरवण्णभासिया सगुणा । कुवलयमाला व महाकुवलयमाला कहा जस्स ॥ વિક્રમના ચૌદમા સૈકામાં પ્રભાચંદ્રસૂરિએ “પ્રભાવચરિત માં કુવલયમાલાને નિર્દેશ મહાકવિ સિદ્ધષિના સંબંધમાં કર્યો છે. પ્રભાવક્યરિત' પ્રમાણે ઉદ્યોતનસૂરિ અને સિદ્ધષિ બંને ગુરુબંધુઓ હતા અને ઉદ્દતનસૂારેએ હરિભદ્રસૂરિની “સમરાઈવચકહાની અને પિતાની “કુવલયમાલાની રચનાશક્તિ બતાવીને સિદ્ધર્ષિની “ઉપદેશમાલા બાલાવબેધિની ટીકાને ઉપહાસ કર્યો. એટલે એના જવાબમાં સિદ્ધષિએ ‘ઉપમિતિભવપ્રપંચા” નામની રમ્ય મહાકથાની રચના કરી અને એથી એમને વ્યાખ્યાતૃ’નું બિરુદ આપવામાં આવ્યું. “પ્રભાવકચરિત'માં આપેલે આ પ્રસંગ માત્ર દંતકથા જ છે. તે પ્રસંગ સાચે નથી કારણ કે ‘ઉપમિતિ ભવપ્રપંચ કથા'ની રચના “કુવલયમાલા'ની રચના પછી ૧ર૭ વર્ષે થઈ છે. પરંતુ પ્રભાચંદ્રસૂરિના સમયમાં કુવલયમાલાની કથા જાણતી હશે એમ આ દંતકથા પરથી જણાય છે. વિક્રમના ચૌદમા સૈકામાં રત્નપ્રભસૂરિએ પ્રાકૃત કુવલયમાલા ઉપરથી સંસ્કૃતમાં લગભગ ચાર હજાર લેક પ્રમાણુ સંક્ષિપ્ત “કુવલયમાલા'ની રચના કરી છે. * આરંભમાં જ શ્રીરત્નપ્રભસૂરિએ લખ્યું * વર્તમાન સમયમાં રત્નપ્રભસૂરિની સંસ્કૃત “કુવલયમાલા'નું સંપાદન પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના શિષ્ય પૂ. શ્રી ચતુરવિજયજી મહારાજે ઈ. સ. ૧૯૧૬માં કર્યું હતું. એ સમયે પ્રાકૃત કુવલયમાલા વિશે સંશોધન થવા લાવ્યું. એમાં સ્વ. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ તથા મુનિશ્રી જિનવિજયજીએ મહત્વનું કાર્ય કર્યું. પ્રાકૃત “કુવલયમાલાની હાલ બે હસ્તપ્રત મળે છે. એક પૂનાના ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટયૂટની અને બીજી જેસલમેરના ભંડારની. એ બંને પ્રતોને આધારે ડે, આદિનાથ ઉપાધ્યાયે આ કૃતિનું શ્રમ અને ચીવટપૂર્વક
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy