SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ | પડિલેહ ભવિષ્યમાં બનનારી ઘટનાઓને પણ તે આલેખી શકો હતા, એથી. મેગલ, ફિરંગીઓ વગેરેને કવિએ કરેલું નિર્દેશ અગ્ય નથી. અલબત્ત, આ પ્રકારને બચાવ બહુ સામર્થ્યવાળા ન ગણું શકાય. - કવિ સમયસુંદર જેમ ઉપમાદિ અર્થાલંકાર સહજ રીતે પ્રયોજી શકે છે તેમ પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર પણ સહજ રીતે પ્રયોજી શકે છે. રાસની રચનામાં અંત્યાનુપ્રાસ ઘણો મહત્વને છે, અને આ રાસની પ્રત્યેક કડીમાં કવિએ અંત્યાનુપ્રાસની સહજ સંકલન કરી છે. કવિનું શબ્દો પરનું પ્રભુત્વ અસાધારણ છે અને તેથી તેમની શબ્દાલંકારયુક્ત પંક્તિઓમાં કયાંય આયાસ દેખાતું નથી. શબ્દાલંકારમાં પણ કવિ એકના એક શબ્દ જવલ્લે જ પ્રયોજે છે, એટલું જ નહિ, કવિ કેટલીક વખત તે શબ્દોને યથેચ્છ રમાડતા હોય તેવું પણ જોવા મળે છે. પ્રથમ ખંડની નવમી હાલમાં કવિએ કેટલીક કડીઓમાં અનુનાસિકનો ઉપયોગ કરીને અંત્યાનુપ્રાસને કે મધુર કર્ણપ્રિય બનાવ્યો છે ! એમાંની થોડીક પંક્તિઓ જુઓ : નૃપ આગલિ નિરખઈ વનતીર, તાપસ આશ્રમ ગુહિર ગંભીર; અંબ કદંબ ચંપક કણવીરં, અગર તગર નાર અંબી.. નાગ પુનાગ સાગ જમીરે તાલ તમાલ અસેક ઉસીરં, વૃક્ષ મૂલ સિંચિત બહુ નીરં, કોકિલ નાદ અને પમ કરે. મધ્યભાગ મઠ ઉટજ કુટીર, બઈઠા તાપસ વૃદ્ધ શરીર, મસ્તકિ કેશ જટા કેટી, તપ જપ કિરિયા સાહસ ધીરે. રાખઈ નહિ કે ઘાત કથીર, પરિવહન ધરઈ એક કસીર, વનફલ ભક્ષ કરવા નીરંકે ચીભડ કાલિંગ મતીરં, રિષિ ચાલઈ નહિ જિહાં વહઈ સીરં, હરિ મૃગ અહિ નકુલાણ ન પીર, પાડઈ નહીં કરુકુલ સમીર, તાપસ સબલ હટક નઈ હી. અર્થાલંકાર અને શબ્દાલંકાર પ્રયોજવામાં કવિ સમયસુંદર
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy