SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ | પડિલેહા પશુપંખીઓ અને જુદાજુદા વર્ગનાં માનવીઓનાં વર્ણને પણ રસિક તથા વિગતપૂર્ણ કર્યા છે. જૈન મુનિઓની દિનચર્યાનું વર્ણન કરતાં કવિએ જૈન શાસ્ત્રોનાં નામ એના વિષય સાથે સાંકળી લીધાં છે. કવિ લખે છેઃ ધર્મ કરવામાં સમુદ્ર જેવા, કર્મરૂપી મહાપર્વતને ચૂર્ણ કરવા માટે વજ જેવા, ક્ષમાને ગુણ મુખ્યત્વે ધારણ કરનાર, ઉપસર્ગ સહન કરવામાં વૃક્ષ સમાન, પંચ મહાવ્રતરૂપી ફળસમુદાયથી શોભતા, ગુપ્તિપુષ્પથી સુશોભિત, શીલાંગરૂપી પત્રથી યુક્ત, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન જેવા તે મુનિઓ છે. કેટલાક જીવ-અજીવના ભેદે, કાર્યાકાર્યના ફળવિચારે, સાધુની સમાચારી અને આચારના વિચાર કરી રહ્યા છે. કેટલાક સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને પરમાર્થ સૂચવતા “સૂત્રકૃતાંગ' સૂત્રનું અનુગુણને કરે છે, કેટલાક અહીં સંયમમાં સારી રીતે રહેલા ઠાણાંગસૂત્રનું શ્રવણ કરે છે, કેટલાક બીજા ભાગ્યશાળી સાધુઓ “સમવાયાંગસૂત્ર' અને સર્વ વિદ્યાઓ ભણે છે, સંસારસ્વરૂપ સમજનાર બીજા કેટલાક મુનિએ “વિવાહપ્રાપ્તિ અથવા ભગવતીસૂત્ર'નાં અમૃતરસ મિશ્રિત વચનને મુખ દ્વારા પાન કરી હદયમાં ધારણ કરે છે, કેટલાક “જ્ઞાતાધર્મકથાનું અને બીજા કેટલાક ‘ઉપાશક દશા”, “અંતકૃત દશા, “અનુતર દશા' સૂત્રોનું પરાવર્તન કરે છે, કેટલાક જાણકારને પ્રશ્ન પૂછે છે અને ત્રણ લેકના ગુરુ આચાર્ય સ્પષ્ટ પૂછેલા પ્રશ્નના ઉત્તર સ્વરૂપ પ્રશ્ન વ્યાકરણ' સૂત્ર ભણાવે છે. સકલ ત્રિભુવનને જેમાં વિસ્તૃત અર્થ કહેલ છે, પ્રશસ્ત શાસ્ત્રોને અર્થ જેમાં છે એવાં સેંકડો શાસ્ત્રવાળા “દષ્ટિવાદ' (બારમું અંગોને કેટલાક કૃતાર્થ સાધુઓ અભ્યાસ કરે છે. જેની પ્રજ્ઞાપના સમજણ જેમાં આપી છે એવા “પ્રજ્ઞાપના' સૂત્રનું, “સૂર્યપ્રાપ્તિ તેમ જ “ચન્દ્રપ્રસાપ્તિ' સૂત્રનું પરાવર્તન કેટલાક કરે છે, તેમ જ બીજ કેટલાક મહર્ષિ ગણધરોએ રચેલાં, સામાન્ય કેવળીએ કરેલાં, પ્રત્યેક
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy