SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કુવલયમાલા / ૩૯ નગરીનું, દલિહની કથામાં રત્નાપુરી નગરીનું, કુમારી કુવલયમાલાની કથામાં વિજયા નગરીનું, સંસારચક્રની કથામાં લાટ દેશની દ્વારિકા નગરીનું, મણિરથકુમારની કથામાં કાકંદી નગીનું સુંદરીની કથામાં સાકેત નગરનું, કામગજેન્દ્રની કથામાં અરુણુભ નગરનું, વજગુપ્તની કથામાં ઋષભપુરનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉજજયિની અને અયોધ્યાનું વર્ણન મુખ્ય કથાના પ્રસંગોમાં વિકાસ અનુસાર એક કરતાં વધારે વખત કરાયું છે. નગરીઓનાં વર્ણનેમાં નગરનું નામકિલ્લે, દુકાનમાર્ગો, ઉપવન, સન્નિવેશ, આવાસ, સરોવર, તળાવો, મંદિરે, વાવડીઓ, જુદા જુદા વર્ણના લેકે, યુવક અને યુવતીઓ, પશુ, પક્ષીઓ, અને ત્યાં પ્રવર્તતી ભિન્ન ભિન્ન ઋતુઓનું અલંકારયુક્ત વર્ણન કરીને કવિએ તેમાં ઘણું મનહર વૈવિધ્ય આપ્યું છે. કેટલેક સ્થળે વર્ણન સંક્ષેપમાં કર્યું છે, તે કેટલેક સ્થળે વિસ્તારથી પણ કર્યું છે. વિનીતાનગરીનું વર્ણન કરતાં ગ્રંથકારે ભિન્નભિન્ન વસ્તુઓમાં ચોમાસાની અનેક વસ્તુઓની ઉપેક્ષા કરી છે. જેમકે “નિર્દય કરતલ વડે વગાડાતાં તબલાં અને વાજિંત્રો સાથે ગવાતાં ગીતથી જાણે મેઘનાદ ન થતું હોય !” એ નગરીમાં જાણે બારે માસ નવા ચેમાસાને સમય પ્રવર્તતે હોય તેવી મનહરતાનું સૂચન કર્યું છે. રાપુરી નગરીની શ્રેષ્ઠતા બતાવવા માટે કવિ કહે છે તે નગરીમાં જે કંઈ પદાર્થ પરાભવ પામવાથી અધમ કે હલકે ગણાય છે તે પદાર્થ બીજી નગરીમાં જાય છે ત્યાં તે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગણાય છે. - કવિએ આ ગ્રંથમાં બધી જ સસ્તુઓનું વર્ણન કર્યું છે પરંતુ તેમાં શરદ, વર્ષા, વસંત અને ગ્રીષ્મ એ ચાર તુનું વધારે વિગતે આલેખન કર્યું છે. ચંડમની કથામાં કવિએ શરદ ઋતુનું વર્ણન કર્યું છે. કાસ જાતિનાં ફૂલ જેવો ઉજજ્વલ નિર્મળ જલના તરંગની
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy