Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 295
________________ ૨૮૬ | પડિલેહા. જોડાય છે. એ વાતની વિક્રમ રાજાને ખબર પડે છે. તે રૂપચંદ પાસેથી વાત કઢાવવાને, જુદી જુદી સમસ્યાઓને અર્થ જાણવાને પ્રયત્ન કરે છે, ખૂબ મારે છે, પરંતુ રૂપચંદ કશે જ ખુલાસો કે એકરાર કરતું નથી. છેવટે રાજા એને શૂળીએ ચડાવવાનો નિર્ણય કરે છે તે પણ રૂ૫ચંદ મક્કમ રહે છે. તે સમયે પ્રધાન રાજાને વચન આપે છે અને રૂપચંદને મુક્ત કરાવે છે. રૂપચંદ પાસેથી બધી સમસ્યાઓને અર્થ જાણવા હોય તે વિક્રમ રાજાએ પોતાની પુત્રી મદનમંજરીને રૂપચંદ સાથે પરણાવવી જોઈએ એવા પ્રધાનના સૂચનથી રાજાએ તે પ્રમાણે કર્યું. મદનમંજરી પિતાની કુશળતાથી અને પ્રેમથી રૂપચંદ પાસેથી બધી માહિતી મેળવી રાજાને કહે છે. રાજા એથી પ્રસન્ન થઈ સૌભાગ્યસુંદરી સાથે એનાં વિધિપૂર્વક લગ્ન કરાવે છે. આમ ત્રણ પત્નીઓ-રૂપસુંદરી, સૌભાગ્યસુંદરી અને મદનમંજરી-સાથે ભોગવિલાસ ભેગવતે રૂપચંદ, સુખમાં દિવસેનું નિર્ગમન કરતે હતે. એવામાં ઉજજયિનીમાં પધારેલા જૈન આચાર્ય સિદ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉપર ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતા. સૂરિએ સંસારની અસારતા, મનુષ્ય ભવની દુર્લભતા, અજ્ઞાની જીવનાં કર્મો, મૃત્યુ પાસે સર્વની અધીનતા ઇત્યાદિ પર વિવેચન કરી ઉપદેશ આપ્યો. રૂપચંદે પૂછતાં બીજે દિવસે પોતાના જ્યોતિષજ્ઞાનના આધારે એને જણાવ્યું કે એનું આયુષ્ય હવે માત્ર છ માસનું છે. એ સાંભળી, વિચારી, માતાપિતા તથા પત્નીઓને સમજાવી રૂપચંદે સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એની સાથે એની પત્નીઓએ અને પાંચેક વડીલેએ પણ દીક્ષા લીધી. છ મહિના પૂરા થવા આવતાં મુનિવર રૂપચંદ સંલેખન કરી, આયુષ્ય પૂર્ણ કરી સ્વર્ગે સિધાવ્યા. કવિએ આ કથાનકને રસિક બનાવવા વર્ણને, અલંકાર, સુભાષિત ઇત્યાદિ ઉપરાંત એમાં કેટલીક આડકથાઓ પણ નિરપી છે. આ કથા કવિની મૌલિક છે, પરંતુ કેટલાંક કથાઘટક કવિએ બીજેથી લીધેલાં જણાય છે. કવિએ રાસને અંતે પોતે કહ્યું છે:

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306