________________
૨૩૬ / પડિલેહછે. નળ અક્ષવિદ્યા મેળવે છે એટલે કલિ, જે વૃતના પાસાનું પણ એક રૂપ છે તે, નળનાં શરીરમાં રહી શકે નહિ, કારણ કે નળે હવે પાસા–અક્ષ’– ઉપર પ્રભુત્વ મેળવ્યું છે. પાસા બેહેડાના વૃક્ષમાંથી બનતા એટલે કલિ તેમાં વાસ કરે એ સૂક્ષ્મ દૃષ્ટિએ ઉચિત ગણાય. પ્રેમાનંદે પણ કલિને બેહેડાના વૃક્ષમાં રહેતે બતાવ્યું છે. પણ આ પ્રસંગનું બીજું એક રહસ્ય પ્રેમાનંદે મહાભારત પ્રમાણે બતાવ્યું નથી,
કલિ નળના શરીરમાંથી નીકળે છે ત્યારે નાગનું વિષ વમતવખતે નીકળે છે. વળી, નાગ પણ નળને કરડે છે તે નળનું રૂપ બદલવા અને એ રીતે એના ઉપર પ્રત્યુપકાર કરવા તે ખરે જ, પણ તેની પાછળનું બીજું એક કારણ તે દમયંતીએ કલિને આપેલો શાપ પણ છે. આથી, નાગ નળને કરડે છે ત્યારે એની પીડા કલિને થાય છે. માટે જ કલિ જ્યારે બહાર નીકળે છે ત્યારે, મહાભારતમાં, એ કહે છે, “ઇસેનાની જનનીના શાપથી અને નાગના વિષથી હું રાત-દિવસ દાઝત રહ્યો છું.” મહાભારતનું આ રહસ્ય પ્રેમાનંદ જતું કર્યું છે.
દેવોને કલિ માર્ગમાં મળે છે ત્યાંથી તે આ પ્રસંગ સુધી, નળાખ્યાન'માં કલિ એક મહત્ત્વનું પાત્ર બની જાય છે. મહાભારત કે ભાલણ, નાકર કરતાં પ્રેમાનંદે કલિની માયાના પ્રસંગે વધારે બતાવ્યા છે. મહાભારતમાં જે કેટલાક પ્રસંગે સ્વાભાવિક રીતે બનતા વર્ણવાયા છે એવા પ્રસંગને પણ પ્રેમાનંદે કલિની માયા તરીકે વર્ણવ્યા છે. ક્યાંક એવા ચમત્કારે સપ્રયજન અને ઉપયોગી થયા છે, તથા ક્યાંક પાત્રના વર્તનના ગૌરવને પહોંચેલી હાનિમાંથી એણે બચાવી પણ લીધા છે; તે બીજી બાજુ ક્યાંક એવા ચમત્કારો બિનજરૂરી, અસ્વાભાવિક અને રસને હાનિકર્તા પણ બન્યા છે.
૫૪ થી ૫૮માં કડવા સુધીમાં નળની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરતી દમયંતીના હદયના ભાવોનું, ઋતુપર્ણના આગમનનું અને