________________
૨૪૮
પડિલેહણ
ચંપકમાલા, અગડદત્ત, શીલવતી, સુમતિ-નાગિલ, તેટલીપુત્ર, બાપા ખુમાણ, અંબા, મેઘકુમાર, હરિશ્ચન્દ્ર, સુકલકકુમાર, સુબાહુ, રાજસિંહ, શિવદર, માધવાનલ, ગોરો બાદલ, મારૂઢોલા, તેજસાર, શાંબપ્રદ્યુમ્ન, મહાબળ, શાંતિનાથ, કનક શેઠ, રૂપચંદકુંવર, પ્રભાવતી, સુરસુંદરી, રત્નકુમાર ઇત્યાદિનાં કથાનકે લેવાયાં છે.
રાસની અપેક્ષાએ ફાગુ, બારમાસી, વિવાહ, ઇત્યાદિ પ્રકારની કૃતિઓ આ ગાળામાં એટલી મોટી સંખ્યામાં નથી લખાઈ. બીજી બાજુ સ્તવન, સજઝાય, પૂજા, છંદ ઇત્યાદિ પ્રકારની કૃતિઓની રચના આ ગાળામાં સવિશેષ થવા લાગી હતી. સ્તવન એ ગેય પ્રકારની પાંચસાત કડીની લઘુ રચના છે. સ્તવન શબ્દ સૂચવે છે તે પ્રમાણે એ સ્તુતિના પ્રકારની કૃતિ છે. જૈન કવિઓ બહુધા પિતાનાં તીર્થકરની સ્તુતિ આ ગેય રચનામાં કરે છે. તીર્થકરના ગુણોની પ્રશંસા કરતાં કરતાં કેટલીક વાર કવિ પોતાનાં આત્માના ઉદ્ધાર માટે પ્રભુને પ્રાર્થે છે અને એમ કરતાં કેટલીક વાર પોતાના મનના ભાવ વ્યક્ત કરે છે. આથી સ્તવન એ ઊર્મિકાવ્યને પ્રકાર બને છે. પરંતુ બધાં જ સ્તવને શુદ્ધ ઊર્મિકાવ્યની ટિમાં બેસી શકે એવાં નથી. કેટલીક વાર કવિ વીસ તીર્થ કરે ઉપરાંત વીસ વિહરમાન જિનેશ્વરે અથવા કેટલાંક સુપ્રસિદ્ધ તીર્થો અને મહાન પર્વોને ઉદ્દેશીને પણ સ્તવનેની રચના કરે છે. સ્તવન એ દેરાસરમાં ચૈત્યવંદન કરતી વખતે અથવા કોઈ ધાર્મિક ક્રિયા કરતી વખતે ગાવાની રચના છે. ઉત્તરકાલીન કેટલાક કવિઓએ પ્રત્યેક તીર્થકર માટે એક સ્તવન એમ ચોવીસ તીર્થંકર માટે ચોવીસ સ્તવનના ગુચ્છની રચના કરી છે. એ પ્રકારનો સ્તવનગુચ્છ
ચોવીસી 'ના નામથી ઓળખાય છે. સત્તરમા-અઢારમા સૈકામાં છૂટક સ્તવન ઉપરાંત ચોવીસીની રચના પુષ્કળ થયેલી છે અને યશવિજયજી જેવા કવિએ તે એક નહિ પણ એવી ત્રણ વીસીની રચના કરી છે. એ સમયમાં તે સ્તવનના પ્રકારની કૃતિઓમાં તત્ત્વવિચાર