________________
૨૧૨ | પડિલેહ--
અહીં આટલું કામ આખ્યાનના આરંભમાં સોંપ્યું છે. નારદમુનિ નળને એની પટરાણી વિષે પૂછે છે અને એ રીતે દમયંતીની પતે વાત કરે છે એનું પ્રેમાનંદે સ્વાભાવિક, રસિક અને તર્કયુક્ત નિરૂપણ કર્યું છે.
આ પ્રસંગે પ્રેમાનંદે નળના પ્રશ્નના ઉત્તરમાં નારદ મુનિ પાસે દમન મુનિએ આપેલા વરદાનને પ્રસંગ રજૂ કરાવ્યો છે, જે મહાભારતમાં તે બૃહદ મુનિ પોતે કહે છે. મહાભારતમાં દમયંતીના ભાઈઓનાં નામ દમ, દમન અને દાન્ત છે. પ્રેમાનંદે તે દમન, દંતુ અને દુર્દમન એ પ્રમાણે આપ્યાં છે.
નારદ મુનિએ દમયંતીના કરેલા વર્ણનમાં પ્રેમાનંદની રસિકતા અને એની ઉરચ કવિત્વશકિતનાં આપણને દર્શન થાય છે. દમયંતીના રૂપવર્ણનને વધારે સચોટ બતાવવા, નળ અને નારદ મુનિનાં પાત્રોને વધારે જીવંત બનાવવા, અને પ્રસંગને નાટયાત્મક અને સ્વાભાવિક આલેખવા પ્રેમાનંદે આ પ્રસંગે, વચ્ચે વચ્ચે નળની પાસે પ્રશ્ન કરવી નારદ મુનિ પાસે એને જવાબ અપાવ્યો છે.
અતિશયોક્તિ, વ્યતિરેક, ઉઝેક્ષાદિ અલકાયુક્ત દમયંતીના રૂપવર્ણનમાં, કેટલેક સ્થળે પ્રેમાનંદે ભાલણ દ્વારા સીધી કે ભાલણ દ્વારા નાકર પાસેથી, શ્રી હર્ષના સંસ્કૃત “નૈષધીયચરિત'ની કેટલીક અસર ઝીલી છે; અને કેટલેક સ્થળે પ્રેમાનંદે એમાં પોતાની મૌલિક કલ્પના પણ ઉમેરી છે.
નારદ મુનિએ કરેલું દમયંતીના રૂપનું આવું મને હર વર્ણન નળના હૃદયમાં કામ જવર પ્રગટાવે છે; અને એ શમાવવા માટે નળ વનમાં જાય છે. પ્રેમાનંદે વનનું વર્ણન પરંપરા પ્રમાણે વૃક્ષોની યાદી આપીને કર્યું છે. વનમાં નળની કામચેષ્ટાનું વર્ણન પ્રેમાનંદનું મૌલિક છે, પણ તેમાં ઊંચી ઔચિત્યદષ્ટિ નથી.
હંસને નળ કેવી રીતે પકડે છે તેનું ચિત્ર મહાભારતમાં નથી. ષિધીયચરિત'કારે તે સરસ દોર્યું છે. ભાલણે પણ નૈષધચરિત અને