________________
૨૩૦ | પડિલેહા
પારધીને પ્રસંગ પ્રેમાનંદે મહાભારત કરતાં વધારે વિકસાવીને મૂક્યો છે. નયસુંદરના રાસમાં પણ આ પ્રસંગ વિકસાવીને મૂકવામાં આવ્યા છે. પારધીને શાપ આપતી વખતે દમયંતી વિઠ્ઠલજીનું સ્મરણ કરે છે. આવું મહાભારતમાં, ભાલણમાં કે નાકરમાં નથી. “નલાયન'માં અને નયસુંદરમાં શાપ આપતી વખતે “ઈન્દ્રનું સ્મરણ દમયંતી કરે છે. પારધીને શાપ આપ્યા પછી પોતાના ઉપર ઉપકાર કરનારને આવી શિક્ષા કરવા માટે દમયંતીને કંઈ પરિતાપ કરતી મહાભારતમાં બતાવી નથી. “નલાયનકારે અને નયસુંદરે એ વિસ્તારથી વર્ણવ્યું છે, અને પ્રેમાનંદે પણ તેવી રીતે દમયંતીને પરિતાપ અનુભવતી બતાવી છે. સંભવ છે કે પ્રેમાનંદના આ નિરૂપણમાં નયસુંદરની અસર પડી હેય. આ પરિતાપને અંતે, દમયંતીને આપઘાત કરવા માટે ગળે ફાંસો ભરાવતી પ્રેમાનંદ બતાવી છે તે તેને પિતાને ઉમેરો હોય એમ લાગે છે.
પારધી પછી તાપસને પ્રસંગ કવિએ મૂક્યો છે. એણે આ આખે પ્રસંગ કળિની માયારૂપે મુક્યો છે, અને તાપસને “નગ્ન દિગંબર' બતાવ્યા છે. મહાભારતમાં આવું કંઈ આવતું નથી. અહીં તાપસ બનેલ કળિને આશય દમયંતીને નળ પ્રત્યે પ્રેમ ઓછો કરાવવાનું હોય છે, પણ તેમાં તે ફાવતું નથી.
આ પછી પ્રેમાનંદે દમયંતીને ફરી સ્વપ્ન આવતું બતાવ્યું છે, જેમાં એને નળનું દર્શન થાય છે. મહાભારતમાં સ્વનિની વાત આવતી નથી. જૈનકથામાં દમયંતીને બીજું સ્વપ્ન આવતું બતાવવામાં આવે છે, પરંતુ તે તે દમયંતી પોતાના ત્યાં પિતાને જાય છે ત્યારે. અલબત્ત, એ સ્વમમાં નળના સંગનું જ સૂચન રૂપકશૈલીથી દર્શાવવામાં આવ્યું છે.
૪૦મા, ૪૧મા અને કરમા કડવામાં, પ્રેમાનંદે વણઝારાને. પ્રસંગ વર્ણવ્યો છે. આ પ્રસંગમાં એણે મહાભારતમાં જે ઘટનાઓ સ્વાભાવિક રીતે બનતી બતાવવામાં આવી છે તે, કલિની માયાને કારણે બનતી બતાવી છે.