________________
નળાખ્યાનનું કથાવતુ / રર પ્રેમાનંદ પ્રમાણે તે ત્રણ વસ્ત્ર આપે છે. મહાભારતમાં નળ તે વસ્ત્રો લે છે, અને તરત કટક અંતર્ધાન થઈ જાય છે. પ્રેમાનંદ પ્રમાણે નળ તે વસ્ત્રો પહેરીને ખાતરી કરી જુએ છે, ત્યાર પછી કટક અંતર્ધાન થાય છે.
“બાહુક” નામ ધારણ કરી, નળ જ્યારે અયોધ્યા આવે છે ત્યારે તે પ્રસંગનું નિરૂપણ પ્રેમાનંદે હાસ્યરસિક અને જનમનરંજન કરાવે એવું કર્યું છે.
૩૬મા કડવાથી, પ્રેમાનંદ દમયંતીના પ્રસંગે વર્ણવે છે. આ કડવામાં પહેલી ત્રણ કઠી કવિ દેહરાની આપે છે. સામાન્ય રીતે દોહરા' અને “દેશીઓ'ની કડીઓ, ભેગી આપવાની પ્રણાલિકા જૈનકવિઓમાં જોવા મળે છે. પ્રેમાનંદની રચના પર જૈન કવિઓની અસર પડી હોવાને સંભવ છે. વળી, આ ત્રણ કડીમાં દમયંતીના સ્વપ્નાની વાત આવે છે, જેમાં તે નળ પિતાને મૂકીને જાય છે એવું જુએ છે. આ પ્રસંગે દમયંતીને સ્વપ્ન આવતું મહાભારતમાં, ભાલણના કે નાકરના “નળા
ખ્યાનમાં બતાવવામાં આવ્યું નથી. પરંતુ “નલાયન’ અને નયસુંદરના રાસમાં તથા જૈન પરંપરાની - નલકથા વિશેની બધી જ કૃતિઓમાં દમયંતીના સ્વમની વાત આવે છે. અને એ સ્વપ્નમાં પણ દમયંતીને નળ છોડી જાય છે એવું રૂપકશૈલીથી બતાવવામાં આવ્યું છે. એટલે પ્રેમાનંદે અહીં મૂકેલા સ્વપ્નની કલ્પના એણે જૈન કવિઓ પાસેથી લીધી હોવી જોઈએ.
દમયંતી જાગે છે અને નળની તપાસ કરે છે. પરંતુ નળને ન દેખતાં, તે વિલાપ કરતી કરતી “એકલડી વનમાં ભમે છે. પ્રેમાનંદે એનું તાદશ ચિત્ર દેવું છે. આ પછી દમયંતી નળને માટે ચીતરાને, શાર્દૂલને અને વૃક્ષને પૂછી જુએ છે. ત્યાર પછી અજગર અને પારધીને પ્રસંગ બને છે. મહાભારતમાં અજગર અને પરાધીને પ્રસંગ પહેલાં આપે છે અને ત્યાર પછી શાર્દૂલ, પર્વત અને વૃક્ષનૈ સંબોધન આવે છે.