________________
૨૨૮ | પડિલેહા, કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી નળને પ્રસંગ મૂકવામાં આવ્યું છે. પ્રેમાનંદે “નલાયન’કાર, નયસુંદર અને સમયસુંદરની જેમ, પહેલાં નળને પ્રસંગ મૂક્યો છે અને પછી દમયંતીની વીતકકથા રજૂ કરી છે. ૩૪માં કરવામાં પ્રેમાનંદે નળને વિલાપ રજૂ કર્યો છે જે એની નિરૂપણશક્તિને અને રસસ્થાનની એની પરખને આપણને સારે પરિચય કરાવે છે.
કર્કોટક નાગને પ્રસંગ પ્રેમાનંદે મહાભારત કરતાં થોડી ભિન્ન રીતે આલેખ્યો છે. મહાભારતમાં કર્કોટક નાગ નળ પિતાને ઊંચકી શકે એ માટે અંગૂઠા જેટલું નાનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રેમાનંદે એક તે નાગને એક જોજન જેટલું લાંબું અને મેટો બતાવ્યું છે. વળી, એણે કર્કોટકે નાનું સ્વરૂપ ધારણ કર્યાનું લખ્યું નથી. મહાભારતમાં નારદના શાપની વાત આવે છે; પ્રેમાનંદે સપ્તર્ષિના શાપની વાત કરી છે. પ્રેમાનંદે શાપનું જેવું કારણ જણાવ્યું છે તેવું મહાભારતમાં નથી.
પ્રેમાનંદ પ્રમાણે, નળ નાગને નીચે મૂકી દે છે પછી તે નળને કરડે છે. મહાભારતમાં નાગ નળને ખભે હાય છે ત્યારે જ કરડે છે. મહાભારતમાં નાગ નળને ક્યાં કરડે છે તેને ઉલ્લેખ નથી, પણ નાગે અંગૂઠા જેટલું સ્વરૂપ ધારણ કર્યું છે અને એ નળને ખભે છે એટલે નળને ખભે જ એણે દંશ માર્યો એમ માની શકાય. પ્રેમાનંદ પ્રમાણે તે નળને છાતીએ કરડે છે.
મહાભારતમાં નાગ કેટલા સમયથી વનમાં દાઝે છે તેને ઉલ્લેખ નથી. પ્રેમાનંદે તે સાત હજાર વર્ષ બતાવ્યાં છે. મહાભારતમાં નાગ નળ પાસે દસ ડગલાં ભરાવી, “દશ” એમ નળ બોલે છે ત્યારે “ડસ', દંશ માર' એવો અર્થ કરી તે કરડે છે. પ્રેમાનંદમાં તે પ્રમાણે “દશ” ડગલાં ગણવાની અને દશ”ને અર્થ “કરડવું” એ કરવાની કંઈ વાત જ આવતી નથી. મહાભારતમાં કર્કોટક નળને બે વસ્ત્ર આપે છે.