________________
નળાખ્યાનનું કથાવસ્તુ | ૨૧૭ વિલ જાણે હેમની, અવફૂલે ફૂલી; ચક્તિ ચિત્ત થયું માહરું, ને ગયા તત્વ ભૂલી. ૧૫-૨ સામસામી હતી શોભા, એમ ભેમે સમ; ઈંદુમાં બિંદુ બિરાજે, જાણે ઉડુગણ ભોમ ! ૧૫-૩ ઊભે અમીનિધિનાં કિરણ મળિયાં, કળા થઈ પ્રકાશ;
તે જ્યાં તે સ્તંભ પ્રગટયો, શું એથી રહ્યું આકાશ ! ૧૫-૪ ૧૬માં કડવામાં, દમયંતીની વિરહવ્યથા અને સ્વયંવરની તૈયારીનું કવિએ વર્ણન કર્યું છે. વિરહવ્યથા અનુંભવતી દમયંતી ચંદ્રને માટે જે વેણ કહે છે તેની કલ્પના પ્રેમાનંદે ભાલણ મારફત કનૈષધીયચરિત'માંથી લીધી હોય એમ લાગે છે. દમયંતીની વિરહવ્યથા જોઈને એની માતા જે ભાવ વ્યક્ત કરે છે, અને દમયંતીને જે કોઈની નજર લાગી હોય તે તે ઉતારવાનો વિચાર કરે છે, તેમાં સમકાલીન ગુજરાતણ માતાના વાત્સલ્યનું પ્રતિબિંબ પડયું છે. એ પ્રસંગે “ઘરડાં માણસ ઢોર', “પરણ્યાં કુંવારાં કાંઈ ન પ્રીછે' વગેરે જે વચને દમયંતી પિતાની માતાને કહે છે તેમાં પ્રેમાનંદે ઔચિત્ય જળવ્યું નથી.
દમયંતીની સ્થિતિ વિશે જાણ, ભીમકરાજા સ્વયંવરની તૈયારી કરે છે. સ્વયંવર માટે નળને નિમંત્રણ આપવા માટે ભીમકરાજાએ સુદેવને મોકલ્યો એવું પ્રેમાનંદે લખ્યું છે. મહાભારતમાં સુદેવને ઉલ્લેખ નથી. દમયંતીએ સુદેવ મારફત પોતાને છાને પત્ર નળને મેકલાવ્યો છે. પાંચેક પંક્તિમાં લખાયેલા આ પત્રમાં કેટલું લાઘવ, કેટલું ગૌરવ, કેટલું ઔચિત્ય અને કેટલી સચોટતા પ્રેમાનંદે આણ્યાં છે! ( કડવું ૧૭ – કડી ૨, ૩ ).
સ્વયંવર માટે નળ નીકળે છે તે સમયે સંવત્સી ગાય અને કુરંગકુરંગીના શુકન એને થાય છે એવું પ્રેમાન દે કરેલું નિરૂપણ અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. આમાં પણ પ્રેમાનંદના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પડયું છે એમ ગણી શકાય.