________________
૧૭૬ / પડિલેહ
અને ગુજરાતીમાં ત્રીસેક મોટી કૃતિઓ લખેલી છે. અલબત્ત, આ બધું જ સાહિત્ય એકસરખી ઉચ્ચ કક્ષાનું તે ન જ હોઈ શકે. તેમ છતાં જ એમણે જે સાહિત્યનું સર્જન કર્યું છે તે જોતાં એક વિદ્વાન અને સમર્થ પંડિત તરીકે અને ઉચ્ચ કક્ષાના એક સાહિત્યકાર તરીકે તે એમની પ્રતીતિ અવશ્ય થાય છે જ.
સંસ્કૃત ભાષામાં કવિએ ભાવશતક(સં. ૧૬૪૧), રૂપકમાલ અવચૂરિ (સં. ૧૬૬૩), કાલિકાચાર્ય કથા (સં ૧૬૬૬), સમાચારશતક (સં. ૧૬૭૨), વિશેષશતક (સં. ૧૬૭૨), વિચારશતક (સં. ૧૬૭૬), વિસંવાદશતક (સં.૧૬૮૫), વિશેષસંગ્રહ (સં. ૧૬૮૫), ગાથાસહસ્ત્રી (સં. ૧૬૮૬), જ્યતિયણવૃત્તિ (સં. ૧૬૮૭), દશવૈકાલિકટીકા (સં. ૧૬૯૧), રઘુવંશીકા (સં. ૧૬૯૨), વૃત્તરનાકરવૃત્તિ (સં. ૧૬૯૪) અને બીજી કેટલીક નાની મોટી કૃતિઓની રચના કરી છે. કવિની આ પ્રવૃત્તિ એમના સમગ્ર સર્જનકાળમાં વિસ્તરેલી હતી એ તે કૃતિઓની રયનાસાલ પરથી જોઈ શકાય છે.
ગુજરાતી ભાષામાં સમયસુંદરે વિશેષતઃ રાસ-ચોપાઈ, સ્તવન, સજ્ઝાય, વીસી-છત્રીસી, ગીત વગેરે પ્રકારે ખેડડ્યા છે. ગુજરાતીમાં પણ એમનું સર્જન અત્યંત વિપુલ છે અને એમને એક ઉત્તમ રાસકાર અને ગીતકાર તરીકે પ્રતિષ્ઠા અપાવે છે. એમણે સં. ૧૬૪માં સંસ્કૃતમાં ભાવશતકની રચના કરી ત્યાર પછી લગભગ દેઢ દાયકા સુધી એમણે મેટા ગ્રંથરૂપે ખાસ કંઈ વિશિષ્ટ સર્જન કર્યું હોય એમ લાગતું નથી, અથવા જે કંઈ સર્જન કર્યું હોય તે તે ઉપલબ્ધ નથી. ગુજરાતીમાં એમની મોટી કૃતિઓ વહેલામાં વહેલી સં. ૧૬૫૦ની આસપાસ રચાયેલી મળી આવે છે. એમણે સાંબપ્રદ્યુમ્નરાસ (સં. ૧૬૫૯), ચાર પ્રત્યેકને બુદ્ધ-રાસ (સં. ૧૬૬૫), મૃગાવતીરાસ (સં૧૬૬૮), સિંહલસુતપ્રિયમેલક રાસ (સં. ૧૬૭૨), પુણ્યસાર રાસ (સં. ૧૬૭૩), નલદવદંતીરાસ (સં. ૧૬૭૩), સીતારામચોપાઈ