________________
નળાખ્યાનનું પગેરું / ૭૯ स्वं चैव रूपं कुर्वन्तु लोकपालामहेश्वराः । यथाहमभिजानीयां पुण्यश्लोकं. नराधिपम् ॥ ५७-२१
' (મહાભારત) જ્યારે સ્વયંવરના મંડપમાં બેઠેલા સર્વ રાજાઓનાં નામનું વર્ણન થવા લાગ્યું ત્યારે દમયંતી તે સભામાં સૌની સરખી જ આકૃતિવાળા પાંચ પુરુષોને જોઈને, તેઓની સામું વારંવાર જોવા લાગી. પણ તેણે તેમાંથી જેની સામું જોયું તેને નળરૂપ માનવાને લીધે નળને ઓળખ્યો નહિ. પછી નળનું ચિંતવન કરતી અને તેમાં જ પ્રીતિમાન દમયંતી પોતાની બુદ્ધિએ કરી તર્ક કરવા લાગી કે હું દેવતાઓને તથા નળરાજાને કેમ ઓળખું? એ પ્રમાણે ચિંતવન કરતી દમયંતી અત્યંત દુઃખયુક્ત થઈ પોતે દેવતાઓનાં જે ચિહ્નો સાંભળ્યાં હતાં તેને પોતાના મનમાં વિચાર કરવા લાગી કે મેં વૃદ્ધ પુરુષો પાસેથી દેવતાઓનાં જે ચિહ્નો સાંભળ્યાં છે તે આ પૃથ્વી ઉપર ઊભેલા પાંચે જણાઓથી કોઈને વિશે દેખાતાં નથી ! હે રાજન! પછી દમયંતીએ મનમાં નિશ્ચયયુક્ત વારંવાર ઘણો વિચાર કરી દેવતાઓને શરણે જવું એમ માની, વાણી તથા સને કરીને તેમને નમસ્કાર કરી, દેવતાઓની સામે હાથ જોડીને, થરથર કાંપતાં કહ્યું કે, “હે દેવતાઓ, હું જેવી રીતે હંસ પક્ષીઓના વચન સાંભળીને નળરાજને વરી છું, જેમ મારી વાણી તથા મને કરીને બીજા પતિની ઇચ્છા કરતી નથી, જેમ દેવતા
એ મારે પતિ નિષધ દેશને રાજા નળ નિર્માણ કર્યો છે તથા જેવી રીતે મેં નળરાજાની પ્રાપ્તિ થવા સારુ સ્વયંવરરૂપી વ્રતપ્રારંભ કર્યું છે, તે મારા સત્યપણુએ કરીને, તમે મને નળરાજાની પ્રાપ્તિ કરા, હે મેટા ઈશ્વરે ! જેમ હું પવિત્ર, યશવાન નળરાજાને જ ઓળખું તેમ તમે પોતપિતાનાં સ્વરૂપ ધારણ કરો.”
(ભાષાંતર)