________________
યશોવિજયજી | ૧૪૫
તેઓ પ્રેમાનંદના સમકાલીન છે એમ કહી શકાય છે. પ્રેમાનંદના સમયથી અર્વાચીન ગુજરાતી ભાષા શરૂ થઈ એમ સામાન્ય રીતે મનાય છે; તેમ છતાં, આ રાસ જોતાં આપણને જણાશે કે તેમાં જૂની ગુજરાતીનાં ઘણું રૂપે હજુ જળવાઈ રહ્યાં છે, જે પ્રેમાનંદની કૃતિઓમાં, તેની હસ્તપ્રત એથી વધુ ઉત્તરકાલીન હેઈને, જોવાં મળતાં નથી. એટલે પ્રેમાનંદનાં આખ્યાનોમાં જે ભાષા આપણને જોવા મળે છે તેના કરતાં સહેજ જૂના સ્વરૂપની, આ રાસમાં છે તેવી, ભાષા પ્રેમાનંદ અને એના સમયની પ્રજા બેલતી હશે એમ આપણે કહી શકીએ. શ્રી યશવિજય મહારાજ વિદ્યાભ્યાસાથે કાશીમાં અને ત્યાર પછી આગ્રામાં રહ્યા હતા એટલે અને જૈન સાધુઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ ઘણું ખરું વિહાર કરતા હેઈને આ રાસમાં હિંદી અને મારવાડી ભાષાની છાંટ પણ કોઈ કાઈ સ્થળે આવી છે. એમની આ રાસકૃતિ તત્કાલીન ભાષાના પ્રમાણભૂત સ્વરૂપને ઓળખવા માટે ઘણી જ ઉપયોગી થઈ પડે તેમ છે.
લાઘવ એ શ્રી યશોવિજયજીની ભાષાનું એક મહત્વનું લક્ષણ છે. તેઓ પોતાનું વક્તવ્ય અત્યંત મિત ભાષામાં કુશળ અને સચોટ રીતે રજૂ કરે છે. એમને ભાષામાં ગૌરવ, મામિકતા, પ્રસાદ અને માધુર્ય જોઈ શકાય છે. ક્યારેક એમની ભાષા સંસ્કૃતપ્રચુર બને છે. એમની વાણીને પ્રવાહ અનાયાસ, સરળ ખળખળ કરતે વહ્યા કરે છે. અનુપ્રાસયુક્ત એમની પંક્તિઓ રાગ કે દેશના ગ્ય માપમાં એટલી જ સાહજિક્તાથી એક પછી એક આવ્યા કરે છે. શબ્દ પરનું એમનું પ્રભુત્વ પણ કવચિત તે આપણને આશ્ચર્યમુગ્ધ કરી દે એટલું સારું છે. એમની સર્જકપ્રતિભાની સાથે એમની વિદ્વત પ્રતિભાનાં દર્શન પણ આ રાસમાં આપણને ઘણું સારી રીતે થાય છે.
આમ, એકંદરે જોતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ જીવનની ઉત્તરાવસ્થામાં આ એક સુંદર રાસકૃતિ આપીને આપણું મધ્યકાલીન રાસાકવિઓમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
૧૦