________________
૨૦ | પડિલેહા
પરંતુ ઘણું જાણવાનું બાકી છે. અનેકાન્તવાદ સિદ્ધાન્ત છે અને એ સિદ્ધાન્તને અમલમાં મૂકવાની રીતિ, પદ્ધતિ કે શૈલી તે સ્યાદવાદ અથવા સપ્તનય કે સપ્તભંગી છે. એને સમજવા માટે અંધહસ્તિન્યાયનું ઉદાહરણ સુપ્રસિદ્ધ છે. સાત આંધળા માણસોએ પિતાના હાથ વડે સ્પર્શ કરીને હાથીને આકાર જાણવા પ્રયત્ન કર્યો અને દરેકને તે જુદા જુદા આકારને લાગ્યું. પરંતુ મહાવતે તેઓને હાથ વડે સ્પર્શ કરાવીને હાથીને આખા આકારને ખ્યાલ આવે. હાથીના ખંડદર્શનને બદલે એનું અખંડદર્શન કરાવનાર મહાવત તે સ્યાદવાદના અથવા અનેકાંતવાદના સ્થાને છે.
અનેકાન્તવાદ એટલે વિચારમાં પણ અહિંસા, કારણ કે અનેકાન્તવાદ એટલે વિરોધી પક્ષના મંતવ્યોની આદરપૂર્વક વિચારણા કરવી અને પિતાના પક્ષનાં મંતવ્યોની પણ પ્રામાણિકપણે, માધ્યસ્થભાવે, સત્યની જિજ્ઞાસાથી આલેચના કરવી અને મિથ્યાભિમાનને ત્યાગ કરી, પોતાની ભૂલ હોય તે સુધારવી તથા ઉદારતા અને વિવેકબુદ્ધિથી ઉત્તમ તને સમન્વય કરો.
ભગવાન મહાવીરે પરસ્પર વિરુદ્ધ એવા વિવિધ દાર્શનિક વાદોને સમન્વય કર્યો છે. ઉદા. એક બાજુ ઉપનિષદસંમત બ્રહ્મવાદ અને બીજી બાજુ અનાત્મવાદ કે ક્ષણિકવાદ એ બંનેને સમન્વય દ્રવ્યનય અને પર્યાયનયને સ્વીકાર કરીને કર્યો. તેવી જ રીતે વ્યવહાર અને નિશ્ચયનય એમ બંનેને સ્વીકાર કરી વ્યવહાર સત્ય અને પારમાર્થિક સત્યને સમન્વય કર્યો. આમ કરવામાં તેમની અહિંસા અને સત્યની ભાવના રહેલી છે. કેઈપણ વાદમાં રહેલા સત્યના નાના સરખા અંશની પણ ઉપેક્ષા ન થઈ જાય તે માટે અને વિસંવાદ તથા સંઘર્ષ દૂર કરવા માટે, પૂરી જાગૃતિ રાખવા માટે અનેકાન્તવાદ એ સૌથી સમર્થ વાદ છે, વાદશિરોમણિ છે.