________________
હેમચન્દ્રાચાર્ય | ૫૯ હેમચન્દ્રાચાર્યના જીવન વિષે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથમાંથી પુષ્કળ માહિતી મળે છે. પ્રદ્યુમ્નસૂરિને “પ્રભાવકચરિત્ર', મેરૂતુંગાચાર્યના “પ્રબંધચિંતામણિ, રાજશેખરના “પ્રબંધકેશ” અને જિનમંડન ઉપાધ્યાયના “કુમારપાળચરિત્ર' નામના ગ્રંથમાંથી હેમચન્દ્રાચાર્ય વિષે પુષ્કળ માહિતી મળી આવી છે. જેમ નરસિંહ અને મીરાં, તુકારામ અને જ્ઞાનેશ્વર, કબીર અને ચૈતન્ય જેવા સંતના જીવન વિષે તેમ જ કાલિદાસ અને ભવભૂતિ જેવા કવિઓ કે વિક્રમ અને ભેજ જેવા રાજવીઓ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે, તેમ હેમચન્દ્રાચાર્ય વિશે પણ ઘણી દંતકથાઓ પ્રચલિત છે. હેમચન્દ્રાચાર્યે પિતાના યુગના પ્રભાવ વડે અમાસની પૂનમ કરી નાખી હતી, મહમ્મદ ગઝનીને વિમાનમાં પોતાની પાસે આ હતું કે તાડપત્રી ખૂટતાં નવાં ઝાડ ઉગાડ્યાં હતાંએવી એવી દંતકથાઓ હેમચન્દ્રાચાર્ય વિશે પ્રચલિત છે. | હેમચન્દ્રાચાર્યને જન્મ સંવત ૧૧૪પમાં કારતક સુદિ પૂનમને દિવસે ધંધૂકામાં થયો હતો. એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ ચાહિણી (અથવા પાહિણી) હતું. હેમચન્દ્રાચાર્યનું બાળપણનું નામ ચંગ હતું. એમ કહેવાય છે કે એક વખત ધંધૂકામાં દેવચન્દ્રસૂરિ પધારેલા તે સમયે ચાહિણી એમને વંદન કરવા જાય છે અને પોતે સ્વપ્નમાં એક રત્નચિંતામણિ જે હતું તેની વાત કરે છે. જોતિષના જાણકાર દેવચન્દ્રસૂરિ ચાહિણીના ચહેરાની રેખાઓ પારખી કહે છે કે તું એક રત્નચિંતામણિ જેવા પુત્રને જન્મ આપીશ. ત્યાર પછી દેવચન્દ્રસૂરિ વિહાર કરતા ચાલ્યા ગયા. ફરી કેટલાંક વર્ષો જ્યારે દેવચન્દ્રસૂરિ પાછા ધંધૂકામાં આવ્યા ત્યારે ચાહિણ એમને વંદન કરવા ગઈ. સાથે પાંચેક વર્ષને ચંગ હતું. ચાહિણ જ્યારે વંદન કરતી હતી ત્યારે ચંગ મહારાજની પાટે ચઢી એમની પાસે બેસી ગયા હતા. તે સમયે દેવચન્દ્રસૂરિએ ચાહિણીને પેલા રનચિંતામણિની યાદ આપી, અને પુત્ર પોતાને સોંપવા કહ્યું. ચાહિણને